ભુજ, તા. 27 : અડધી રાત્રે કોઈક તમારા ઘરની
બાલ્કનીમાં નવજાત બાળક મુકી જાય તો... આ વિચારથી કંપારી છુટી ને. આવો જ એક બનાવ ભુજ
શહેરમાં બન્યો છે. ભુજના મુંદરા રોડ પર સાગરસિટી બાજુ જલારામનગરમા 40 વર્ષીય ઈલેકટ્રીશીયન અનીલ નવલસિંહ
ભીલ તેની પત્ની તથા પાંચ પુત્રીઓ સાથે રહે છે. મૂળ દાહોદ બાજુના અનિલ 24મીના રાત્રે ઘરે સુતા હતા ત્યારે સાડા ચારેક
વાગ્યે તેમની દીકરી વંશિકા ગભરાતા ગભરાતા પિતાના રૂમમાં આવી અને તેના હાથમાં એક નવજાત
બાળક હતો. આશ્ચર્યમાં મુકાયેલા પિતા અનિલભાઈએ વંશિકાને બાળક વિશે પુછતા તેણે ગભરાયેલા
અવાજે કહ્યું કે તે નીચેના માળે આવેલા બાથરૂમમાં જતી હતી ત્યારે ઘરની બાલ્કનીમાં કોઈ
બાળકનો રડવાનો અવાજ સંભળાતા તે ત્યાં જતા એક નવજાત બાળક ઉઘાડી અવસ્થામાં રડતું હતું.
આ બાદ અનિલભાઈએ પરિજનો તથા મિત્રોનો સંપર્ક કરી બનાવની હકીકત જણાવી આગળ શું કરી શકાય
તે અંગે ચર્ચા કર્યા બાદ આ ઘટના અંગે 112માં ફોન જાણ કરતા 112ની ગાડી તુરંત ઘરે આવી પહોંચી હતી અને નવજાત બાળકને સારવાર અર્થે
જી.કે.જનરલ હોસ્પિટલ લઈ ગઈ હતી. બી-ડિવિઝન પોલીસે ફરિયાદી અનિલભાઈના ઘરે કોઈ અજાણી
વ્યક્તિ ગુનાહિત ઈરાદાથી પ્રવેશ કરી નવજાત બાળકને ત્યજી જઈ બાળકના જીવને જોખમમાં મુક્યા
અંગેનો ગુના દાખલ કર્યો છે. પોલીસને દોડધામમાં
મુકનારા આ બનાવની તપાસ કરતા બી-ડિવિઝનના પીએસઆઈ કે.એચ. આહીરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું
હતું કે, નવજાત બાળકી અંદાજે એક થી બે દિવસની છે અને
ભયમુક્ત છે. બાળકી કપાયેલી નાળ સ્થિતિ જોતા કોઈ તજજ્ઞ દ્વાર કપાઈ નથી. અળઆવડતથી કપોલી
છે. જે સીસીટીવી ફુટેઝ ચકાસાય છે ત્યાંથી કોઈ સઘળ મળ્યા નથી. બીજી બાજુ તરફના સીસીટીવી
ફુટેઝ ચકાસવાની કામગીરી ચાલી રહ્યાનું શ્રી આહીરે જણાવ્યું હતું.