• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

ભુજનું ઐતિહાસિક સ્થળ પાવડીવાળો આરો સુધરાઇ માટે ઓરમાયું

ભુજ, તા. 27 : વિકસતા ભુજ શહેરમાં લાખો-કરોડોના ખર્ચે નવાં નવાં સ્થળ વિકસાવવામાં આવે છે, પરંતુ જૂનાં સુંદર સ્થળોને જાણે સુધરાઇ તંત્ર નજરઅંદાજ કરતું હોય તેવું જાગૃતોને લાગી રહ્યું છે. આવું જ એક સ્થળ છે `પાવડીવાળો આરો.' ભુજનાં હમીરસર તળાવની દીવાલને સમાંતર આવેલો પાવડીવાળા આરા તરીકે ઓળખાતો વિસ્તાર અતિ સુંદર સ્થળ છે, પણ આ સ્થળ સુધરાઇ તંત્ર માટે ઓરમાયું હોય તેમ કોઇ જ દરકાર નથી લેવાતી. સફાઇના અભાવે આ વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયેલા રહે છે, તો માર્ગ પર ફેલાતાં ગટરનાં પાણી ગંદકીમાં વધારો કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ ખૂબ જરૂરી બન્યું હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. અંધારું થતાં જ અહીં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની જાગૃત નાગરિકો શંકા સેવી રહ્યા છે. જો આ વિસ્તાર તરફ તંત્ર થોડું ધ્યાન આપે, તો એક ઐતિહાસિક સ્થળ સચવાઇ જાય અને નવીનીકરણ કરાય તો ભુજવાસીઓ-પ્રવાસીઓને નવું સ્થળ પણ મળી શકે. 

Panchang

dd