ભુજ, તા. 27 : ચેક પરત કેસમાં માધાપરની મહિલા
આરોપીને છ માસમાં પાંચ લાખ વળતર ચૂકવવા અને જો વળતર ન ચૂકવે તો સાદી સજાનો કોર્ટે હુકમ
કર્યો છે. આ કેસની ટૂંક વિગત મુજબ આરોપી રાજ રોલિંગ સેન્ટરના પ્રોપરાઈટર વૈશાલી હિરેન
ભુતડા (રહે. માધાપર)એ વેપારિક લેવડ - દેવડમાં બ્રિજેશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર બ્રિજેશ
રમેશ મયેચા (રહે. માધાપર)ની નીકળતી લેણી રકમ રૂા. 3,43,000 પેટે આરોપીએ ફરિયાદીને આપેલો ચેક વણચૂકવેલ પરત ફરતાં ફરિયાદીએ
કેસ કરતાં ફરિયાદીએ પોતાનો કેસ આધાર-પુરાવા સાથે સાબિત કરતાં ભુજની અધિક જ્યુ. મેજિ.ની
કોર્ટે આરોપીને રૂા. પાંચ લાખ વળતર ચૂકવવા અને જો વળતર છ માસમાં ન ચૂકવે તો સાદી કેદની
સજાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદીના વકીલ તરીકે જયદીપ એમ. કનોજિયા, એમ. આઇ. હિંગોરજા હાજર રહ્યા હતા.