ભુજ, તા. 27 : ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર
આજે મોડી રાત્રે સર્જાયેલી જીવલેણ માર્ગ અકસ્માતની ઘટનામાં કાર વૃક્ષ સાથે અથડાતાં
બે યુવાનનાં મોત નીપજ્યાં હતાં. ઘટના અંગે મળેલી માહિતી મુજબ ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ
પર દેશલપર-વાંઢાય-માજીરાઈ વચ્ચે દાદા-દાદી વાડી પાસે આ અકસ્માતની ઘટના ઘટી હતી. પૂરઝડપે
આવતી કાર ઝાડ સાથે અથડાતાં કારમાં સવાર નખત્રાણાના ભાવેશ કલાભાઈ રબારી (ઉ.વ. 24) અને નાના અંગિયાના ભીમા જીવાભાઈ
રબારી (ઉ.વ. 24)ને ગંભીર ઈજાઓ પહોંચતાં મોત
નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય બે યુવાનને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે ભુજ ખસેડાયા
હતા. નોંધનીય છે કે ભુજ-નખત્રાણા માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે. દિવાળીની
રજાઓ દરમ્યાન અહીં અકસ્માતની નાની-મોટી ઘટનાઓ ઘટી હતી.