ગાંધીધામ, તા. 26 : કચ્છ જિલ્લા ટેબલ ટેનિશ એસોસિએશનના
ઉપક્રમે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિશ એસોસિએશનનાં
માર્ગદર્શન તળે દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિશ ચાર દિવસીય ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
હતો. હરેશ સંગતાણી સ્પોર્ટસ કોપ્લેક્સમાં સ્વ. એમ.પી. મિત્રા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે
29 જૂન સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટનાં ઉદ્ઘાટન સમારંભમાં ડીપીએના ચીફ
વિજિલન્સ ઓફિસર અજય નાયર, ગાંધીધામ ચેમ્બરના
પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, મંત્રી મહેશ તીથાર્ણી, વિન એશિયા મેરીટાઈમ પ્રા.લીના ડિરેકટર અજય નાયર, એમ.આર.
શાહ ગ્રુપના ડિરેકટર ભીખુભાઈ અગ્રવાલ, સી.પી.એલ. ગ્રુપના ડિરેકટર
ડી.કે. અગ્રવાલ, જી.એસ.ટી.ટી.એ.ના મંત્રી હરિ પિલ્લઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેડીટીટીએના
તુલસી સુજાન, પ્રમુખ મનીષ હિંગોરાણી, મંત્રી
સુનીલ મેનન, કમલ આસનાણી, સ્થાપક સભ્ય પ્રશાંત
બુચ, રાજીવસિંહ હાજર રહ્યા હતા. આ પ્રતિયોગિતામાં રાજ્યભરમાંથી 515 લોકોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટના
ટાઈટલ સ્પોન્સર દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને મુખ્ય સંયોજક વિન એશિયા મેરીટાઈમ પ્રા.લી અને
એસીટીફ આઈ.જી.એ. નો સહકાર સાંપડયો હતો. કેડીટીટીએ દ્વારા સહકાર આપનારા તમામનો આભાર
વ્યક્ત કરાયો હતો. આ પ્રતિયોગિતામાં સ્થાનિક ખેલાડી આરવ સિંઘવી અન્ડર -17 અને 19ના ક્વોલિફાઈંગ
રાઉન્ડમાં વિજેતા બન્યા હતા. સ્થાનિક ખેલાડી નૈરિત વૈદ્યે પણ અન્ડર 17ના ક્લોલિફાઈંડ રાઉન્ડની પ્રારંભિક મેચ
જીતી લીધી હતી. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં મેન્સ
વિભાગમાં અંકિત ચૌહાણ સામે આયુષ તન્ના, યથાર્થ પટેલ સામે અભીલાક્ષ પટેલ, સુમિત વાઝર સામે હેત
ઠક્કર, દેવ પંડયા સામે હિમાંશુ દહિયા, રાજીવ
સામે ભાવિન દેસાઈ વિજેતા બન્યા હતા. બોયઝ અન્ડર 19માં રિયાન શાહ સામે માલવ પંચાલ, આત્મન ચૌધરી સામે તક્ષ કોઠારી, યુગ પરમાર સામે પરમ પરમાર, અર્હત શાહ સામે આરવ સિંઘવી,
શિવ કાપડિયા સામે વંદન સુતરિયાએ જીત મેળવી હતી. બોયઝ અન્ડર-17માં
જયવીર બારડ સામે નૈરિત વૈદ્ય, પરમ પરમાર સામે આરવ સિંઘવી, અભી ત્રિવેદી સામે અર્પજ્યોતિ
મંડલ, અર્હત શાહ સામે ધ્રુબ બાંભાણીએ પોતાનાં નામે જીત કરી હતી.