• શુક્રવાર, 27 જૂન, 2025

પૂર્વ કચ્છમાં ખાણ ખનિજ વિભાગની ત્રણ દિવસમાં ધાક બેસાડતી કાર્યવાહી

ગાંધીધામ, તા. 26 : પૂર્વ કચ્છમાં બેફામ ખનિજચોરી વચ્ચે પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગની ટીમે ભચાઉ, મુંદરા, અંજારમાં સાદી માટી, સિલિકા, ચાઇના કલેનું બિનઅધિકૃત વહન કરતા વાહનો, સાધનો ઝડપી પાડયા હતા. જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી ભૂસ્તરશાત્રીનાં માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી પૂર્વ કચ્છ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તા. 24/6ના વહેલી સવારે ભચાઉ તાલુકામાંથી ચાઇનાકલે ખનિજનું  ગેરકાયદે વહન કરતા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું. તા. 25/6ના ભચાઉ તાલુકામાં જ આ ટીમે કાર્યવાહી કરી હતી, જેમાં સાદી માટીનું બિનઅધિકૃત વહન કરનાર એક ડમ્પર જપ્ત કર્યું હતું તેમજ મુંદરા તાલુકામાં સાદી રેતીનું બિનઅધિકૃત ખનન કરવા બદલ એક લોડર જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત અંજાર તાલુકામાં 26/6ના ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી કરી હતી. તાલુકામાં સિલિકા સેન્ડ ખનિજના બિનઅધિકૃત વહન કરવા બદલ એક ડમ્પરને સીઝ કરાયું હતું. રાપર તાલુકામાં ચાઇનાકલે ખનિજના બિનઅધિકૃત રીતે વહન બદલ બે ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. ખાણ ખનિજ વિભાગે ત્રણ દિવસ દરમ્યાન 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કસૂરદારો સામે ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજની નિયમ 2017 હેઠળ કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd