કોલંબો તા.26 : ઓપનર પથૂમ નિસંકાની અણનમ સદીની મદદથી પ્રવાસી ટીમ બાંગલાદેશ
વિરુદ્ધની બીજી ટેસ્ટમાં ગૃહ ટીમ શ્રીલંકાએ પકડ જમાવી છે. બીજા દિવસની રમતના અંતે શ્રીલંકાના
પહેલા દાવમાં બે વિકેટે 290 રન થયા હતા.
તે બાંગલાદેશથી 43 રને આગળ થયું
છે. બાંગલાદેશ ટીમ પહેલા દાવમાં 247 રને ઓલઆઉટ
થઇ હતી. પથૂમ નિસંકા કારકિર્દીની ચોથી સદી કરીને 146 રને નોટઆઉટ રહ્યો હતો. 238 દડાની ઇનિંગ્સમાં તેણે 18 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય અનુભવી બેટર દિનેશ ચંડિમાલે 1પ3 દડામાં 10 ચોગ્ગા-1 છગ્ગાથી 93 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
તેના અને નિસંકા વચ્ચે બીજી વિકેટમાં 311 દડામાં 193 રનની ભાગીદારી
થઇ હતી. લાહિરૂ ઉદારા 40 રને આઉટ થયો
હતો. તેણે પહેલી વિકેટમાં નિસંકા સાથે 88 રનની ભાગીદારી કરી હતી. નાઇટ વોચમેન પ્રભાસ જયસૂર્યા પાંચ રને
રમતમાં હતો. શ્રીલંકાના 78 ઓવરમાં બે
વિકેટે 290 રન થયા હતા.