ભુજ, તા. 26 : કાલે 27મીથી બે દિવસની કચ્છની મુલાકાતે આવતા રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 27-28 દરમ્યાન છથી
વધુ કાર્યક્રમમાં ભાગ લેશે. ખાસ કરીને 27મીએ ભુજમાં સાંજે કાર્નિવલ અને બીજા દિવસે સવારે કુરનમાં પ્રવેશોત્સવ
પ્રસંગે હાજરી આપશે. તા. 27/6ના સાંજે
6.15 વાગ્યે ભુજમાં સાંસદ વિનોદભાઇ
ચાવડા દ્વારા અષાઢી બીજ નિમિત્તે યોજાનારા કાર્નિવલમાં હાજરી આપશે. સાંજે ભુજથી સડક
માર્ગે રવાના થઇ રાત્રે 8 વાગ્યે ખાવડા
બી.એસ.એફ.ની ચોકી ખાતે જવાનો સાથે સંવાદ કરશે. રાત્રિરોકાણ કુરનમાં કરશે અને બીજા દિવસે
તા. 28ના સવારે 9 વાગ્યે કુરનની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ
કરાવશે. ત્યાંથી સરહદે જઇ 11 વાગ્યે આર.ઇ.
પાર્કની મુલાકાત લેશે. ખાવડાથી હેલિકોપ્ટરથી ભુજ આવી બપોરે ભોજન લઇ, લેવા પટેલ સમાજની હેન્ડબોલ સ્પર્ધાનો 2.15 વાગ્યે પ્રારંભ કરાવશે. બપોરે
ત્રણ વાગ્યે સિંદૂર વનમાં વૃક્ષારોપણ કરી વનનું ભૂમિપૂજન કર્યા બાદ ગાંધીનગર પરત જશે.