મેલબોર્ન, તા. 20 : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વર્લ્ડ
ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા રાઉન્ડની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની શ્રેણીથી કરશે. કેરેબિયન
ભૂમિ પર રમાનાર આ શ્રેણીની પ્રથમ ટેસ્ટની ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી સ્ટાર બેટર સ્ટીવન
સ્મિથ અને અનુભવી મીડલ ઓર્ડર બેટર માનર્સ લાબુશેન બહાર થયા છે. સ્મિથને આફ્રિકા સામેની
ફાઇનલ દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે આંગળીમાં ઇજા થઇ હતી જ્યારે લાબુશેનના તેના સતત નબળા
દેખાવને લીધે વિશ્રામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે આફ્રિકા સામેના ફાઇનલમાં
17 અને 22 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના
મુખ્ય પસંદગીકાર જોર્જ બેલીએ જાહેર કર્યું છે કે સ્મિથ અને લાબુશેનના સ્થાને સેમ કોનસ્ટાસ
અને જોશ ઇંગ્લીશનો સમાવેશ કરાયો છે. બેલીએ કહ્યંy લાબુશેન ટીમનો મહત્ત્વનો ખેલાડી છે. તેનું હાલનું પ્રદર્શન અપેક્ષાકૃત
રહ્યંy નથી. વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે
3 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ
2પથી 30 જૂન દરમિયાન બ્રિજટાઉનમાં,
બીજી ટેસ્ટ 3 જુલાઇથી અને ત્રીજી મેચ 13 જુલાઇથી રમાશે.