• શનિવાર, 21 જૂન, 2025

સંગઠિત ગુનામાં સંડોવાયેલો ભુજનો નામીચો આરોપી ઝડપાયો

ભુજ, તા. 20 : સંગઠનાત્મક રીતે ગુનો આચરી પોતાના તથા કુટુંબીઓના નામે રૂા. 1,23,76,000ની ગેરકાયદે મિલકત વસાવ્યા બાદતે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ત્રણ જણ સામે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા અને ધરપકડથી બચવા નાસતા-ફરતા ભુજના આરોપી જુસબ વલીમામદ કકલને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ આણંદથી ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મજુબ, આરોપી જુસબ આણંદના વિદ્યાનગર ખાતે હોવાની પૂર્વ બાતમી મળતાં પોલીસે આણંદ પોલીસનો સંપર્ક કરી આરોપીની ખરાઈ કર્યા બાદ કચ્છથી ટુકડી આણંદ પહોંચી હતી અને આરોપીને પકડી પાડયો હતો. પોલીસે તેની પાસેથી એક  કાર કબજે કરી આગળની કાર્યવાહી અર્થે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ કેસમાં જુસબ તથા હુસેન વલીમામદ કકલ અને દિલાવર વલીમામદ કકલ સહિતની ટોળકી સામે ભુજ ઉપરાંત મુંદરા વિસ્તારમાં હિંસાના ઉપયોગથી, ધાક-ધમકી તથા જમીન પચાવી પાડવી તેમજ સસ્તા સોનાની લાલચ આપી નાણાં પડાવી લઈ બદલામાં સોનું કે નાણાં ન આપી ઠગાઈ સહિતના ગુના આચરવાના મામલે વિવિધ ફરિયાદો નોંધાયેલી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd