• શનિવાર, 21 જૂન, 2025

ભાજપે ચૂંટણીમાં ખર્ચ્યા 1494 કરોડ

નવી દિલ્હી, તા. 20 : ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં 1494 કરોડ રૂપિયા એટલે કે કુલ્લ ચૂંટણી ખર્ચના 44.56 ટકા ખર્ચ કર્યો હતો તેવું એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં શુક્રવારે જણાવાયું હતું. બીજી તરફ કુલ્લ ચૂંટણી ખર્ચના 18.5 ટકા એટલે કે, 650 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કોંગ્રેસ 32 રાષ્ટ્રીય અને પ્રાદેશિકમાં બીજા સ્થાને છે. આમ, બે રાષ્ટ્રીય  પક્ષોએ 2240 કરોડ એટલે કે કુલ ચૂંટણી ખર્ચના 65.75 ટકા જેટલો ખર્ચ 2024ની સામાન્ય ચૂંટણીમાં કર્યો હતો. તમામ 32 પક્ષોએ કુલ્લ 3352.81 કરોડ રૂપિયાનો ખર્ચ 2024ની લોકસભા ચૂંટણી લડવા પાછળ કર્યો હતો તેવું એડીઆરનું વિશ્લેષણ  નોંધે છે. કુલ્લ એકઠા કરાયેલા ભંડોળ પર નજર કરીએ તો રાષ્ટ્રીય પક્ષોએ 515.32 કરોડ રૂપિયાનું ભંડોળ મેળવ્યું હતું. સામાન્ય ચૂંટણીના 90 દિવસમાં રાજકીય પક્ષોએ ચૂંટણીપંચને ફરજિયાત આપવાના થતા ચૂંટણી ખર્ચના હિસાબ આધાર પર એડીઆર ચૂંટણી લડવા માટે કરાયેલ વિવિધ હેતુઓ પાછળના ખર્ચમાં પ્રસાર-પ્રચાર પ્રથમ સ્થાને છે. પક્ષોએ પ્રચાર પાછળ 2008 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, તેવું એડીઆરનો અહેવાલ નોંધે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd