• શનિવાર, 21 જૂન, 2025

ગિલ, જયસ્વાલની સદી ; ભારતનો મજબૂત પ્રારંભ

નવી દિલ્હી, તા. 20 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની શરૂઆત થઈ ચુકી છે. લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે ભારતે મજબૂત પ્રારંભ કર્યો હતો. યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલે સદી કરીને ભારતનો સ્કોર 359 રન પર પહોંચાડી દીધો હતો.જયસ્વાલે 101 રન કર્યા હતા. જ્યારે શુભમન ગિલે ટેસ્ટ કેપ્ટન તરીકે નવી ઈનિંગની શરૂઆત શાનદાર કરી હતી અને 140 બોલમાં 14 ચોગ્ગા ફટકારીને સદી પુરી કરી હતી અને રમતના અંતે 127 રને દાવમાં હતો. ગિલ સુકાની બન્યા બાદ પહેલી મેચમાં સદી કરનાર પાંચમો ભારતીય બન્યો હતો.  યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે તેની 20મી ટેસ્ટમાં પાંચમી સદી ફટકારી હતી.  ચાના સમય પહેલા જયસ્વાલે તેની સદી 144 દડામાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાથી પૂરી કરી હતી. આ ઉપરાંત કપ્તાન બનવા સાથે શુભમન ગિલે અર્ધસદી કરી હતી. પંતે બ્રાયડન કાર્સની ઓવરના પાંચમાં દડે ચોગ્ગો ફટકારીને સ્કોર 350ને પાર પહોંચાડયો હતો. આ પહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટકોસે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. જો કે શરૂઆતમાં તેનો આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલની ભારતીય ઓપનિંગ જોડીએ ઈંગ્લેન્ડના બોલરોનો મકકમતાથી સામનો કર્યો હતો. લંચની ઠીક પહેલા ઇંગ્લેન્ડે વાપસી કરી ઉપરાઉપરી બે ઓવરમાં કેએલ રાહુલ અને સાઇ સુદર્શનની વિકેટ લીધી હતી. કેએલ રાહુલ બાયડન કાર્સના લેગ સાઇડ બહાર જતાં બોલને છેડછાડ કરવાના ચક્કરમાં સ્લીપમાં જો રૂટને કેચ આપી આઉટ થયો હતો. તેણે 78 દડામાં 8 ચોગ્ગા સાથે 42 રન કર્યા હતા. તેના અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પહેલી વિકેટમાં 24.પ ઓવરમાં 91 રનની ભાગીદારી થઇ હતી. આ પછી સાઇ સુદર્શન પદાર્પણ મેચમાં ઝીરોમાં ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટકોસનો શિકાર બન્યો હતો. આમ લંચ સમયે ભારતે 92 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી યશસ્વી અને કપ્તાન ગિલે બાજી સંભાળી લીધી હતી અને ઇંગ્લેન્ડના બોલરો સામે આક્રમક અંદાજમાં રમત રમી બતાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd