રાપર, તા. 20 : ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના
અધ્યક્ષસ્થાને મળેલી રાપર નગરપાલિકાની સામાન્યસભામાં વિવિધ વિકાસકામોની ચર્ચા કરવામાં
આવી હતી, જેમાં વરસાદી પાણી નિકાલ અને બહુચર્ચિત આંઢવાળા
તળાવની નબળી કામગીરી બાબત ધારાસભ્ય દ્વારા લાલ આંખ કરી કોન્ટ્રાક્ટર અને જવાબદાર નગરસેવિકાના પતિને ઠપકો
આપી કામ પર દેખરેખ રાખવા નગરસેવકોને અને અગ્રણીઓને અનુરોધ કરાયો હતો, તો પાણીનાં વહેણ અને વોકળા પર થયેલાં દબાણો દૂર કરવા તાકીદ કરી હતી. નગરપાલિકા સભાખંડમાં શાસક વિપક્ષના નગરસેવકો,
નગરના રાજકીય સામાજિક આગેવાનો અને પાલિકાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં
યોજાયેલી સામાન્યસભામાં મુખ્ય અધિકારી રવાજી જાડેજાએ ધારાસભ્ય સહિત સૌને શાબ્દિક આવકાર
આપ્યો હતો. ગત માટિંગના એજન્ડાનું વાંચન હેતુભા રાઠોડે અને જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક
અહેવાલ અને વર્ષ 2024-25નો
વાર્ષિક હિસાબ આશિષ ગોસ્વામીએ રજૂ કર્યો હતો. પાછલા ચૂકવવાનાં બિલ, ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વધારવા,
વિવિધ ગ્રાન્ટો, નગરસેવકો દ્વારા સૂચવવામાં આવેલાં
કામો સફાઈનો ખાનગી કોન્ટ્રાક્ટ જેવા વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી હતી. સામાન્યસભામાં
ઉપસ્થિત ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાનું પાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, મુખ્ય અધિકારી રવાજી જાડેજા સહિત હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું
હતું. આભારવિધિ શાસક પક્ષના નેતા મહાવીરાસિંહ જાડેજાએ કરી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ
બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ શાહ, દંડક હસુમતીબેન સોની, ભીખુભા સોઢા, લાલજી કારોત્રા, ગાયત્રીબેન ભગવાનદાન ગઢવી, દક્ષાબેન ગોસ્વામી, મુનીરાબાનુ, અનિતાબેન મૂછડિયા, રાજુભાઇ પટેલ, પુંજાભાઈ ચૌધરી, હમીરજી સોઢા, ભાણજી
ભ્રાસડિયા, રાણાભાઇ પરમાર, હઠુભા સોઢા,
મનજી ભાટેસરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના મહેશ સુથાર,
દિવ્યરાજાસિંહ જાડેજા, ધર્મેન્દ્રાસિંહ જાડેજા,
ચંદ્રાસિંહ જાડેજા, રાહુલ વાળંદ, નીલેશ ઠક્કર વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.