• શનિવાર, 21 જૂન, 2025

ગ્રામીણ મતદારોને રીઝવવા માટેના છેલ્લી ઘડીના પ્રયોસો તેજ

ભુજ, તા. 20 : કચ્છમાં રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણી માટેના જાહેર પ્રચારના પડઘમ શાંત થયા છે. જો કે, ગ્રામીણ વિસ્તારમાં જાહેર પ્રચાર કરતાં વ્યક્તિગત અને ડોર ટુ ડોર પ્રચારનું મહત્ત્વ વધુ રહેતું હોય છે, ત્યારે જાહેર પ્રચારના પડઘમ શાંત થતાં મતદારોને રીઝવવા માટેના છેલ્લી ઘડીના પ્રયાસોને વેગવાન બનાવી દેવાયા છે.  મતદાનના આગલા  દિવસની રાતને કતલની રાત તરીકે ગણવામાં આવે છે. કયારેક ચૂંટણીના આખા સમીકરણો આ એક રાતમાં ફરી જતા હોય છે.  કચ્છમાં 108 પંચાયતની સામાન્ય, વિભાજન થયેલી સત્તા પંચાયત ઉપરાંત 3માં મધ્યસત્ર અને 11માં પેટા મળી 129 ગ્રામ પંચાયતમાં રવિવારે ચૂંટણી યોજાવાની છે. સરપંચ અને સભ્યપદ માટે 1668 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થવાનું છે.  બેલેટ પેપરથી ચૂંટણી યોજાવાની હોતાં વહીવટી તંત્રે બેલેટ પેપર છપાવવા સહિતની વધારાની કવાયત આ ચૂંટણીમાં હાથ ધરાઈ છે, ત્યારે મતદાનના આગલા દિવસ એટલે કે શનિવારે તમામ તાલુકા મથકોએ નિર્ધારિત કરાયેલ ડિસ્પેચિંગ સેન્ટર પરથી ચૂંટણી ફરજમાં રોકાયેલો સ્ટાફ મતદાન સામગ્રી લઈને મોડી સાંજ સુધી મતદાન મથકે પહોંચી જશે.  કચ્છમાં ચાર વર્ષ પછી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાં આ તતામ ગામોને વહીવટદાર શાસનમાંથી મુક્તિ મળવાની છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જ્યાં પ્રતિષ્ઠાભર્યો જંગ જામવાનો છે એવી પંચાયતોમાં વિધાનસભા -લોકસભા ચૂંટણી જેવો પ્રચાર માહોલ જોવા મળ્યો હતો. કયાંક સામસામે, તો કયાંક ત્રિપાંખિયા જંગમાં પોતા તરફ માહોલ ઊભો કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. હવેનો દોઢ દિવસનો ગાળો ડોર ડુ ડોર એટલ કે વ્યક્તિગત સંપર્કના પ્રચારનો છે, ત્યારે તમામ પ્રકારના દાવપેચ અજમાવી મતદારોને આકર્ષવા માટેના છેલ્લી ઘડીના પ્રયાસો ચૂંટણી જંગમાં ઝુકાવનાર  મુરતિયાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રતિષ્ઠાની સાથે કસવાળી ગ્રામ પંચાયતમાં  ખાટલા બઠકો યોજીને મતદારોને વિવિધ પ્રલોભન આપીને પણ રીઝવવામાં આવી રહ્યા છે.  નખત્રાણા તાલુકાની સાંયરા યક્ષ અને મોરગર  જૂથ ગ્રામ પચાયતમાં સરપંચ પદ માટે એક જ પરિવારના બે સભ્યો વચ્ચે મુકાબલો થવાનો છે. ઉલ્લ્ઁખનીય છે કે કચ્છમાં કુલ 2.38 લાખ મતદારો લોકશાહીના માહપર્વ સમી મતદાન પ્રકિયામાં ભાગ લેવાના છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd