• ગુરુવાર, 19 જૂન, 2025

ભુજની સંજયનગરીમાંથી બાંગલાદેશી મહિલા ઝડપાઇ

ભુજ, તા. 18 : શહેરના સંજયનગરીમાંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતી બાંગલાદેશી મહિલા સિરીન જન્નતુલ જાફરુલ્લા શેખ (ઉ.વ.30) ઝડપાઇ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એસઓજીના પી.આઇ. કે. એમ. ગઢવીએ તેમના તાબાના કર્મચારીઓને  આપેલી સૂચના  મુજબ ગેરકાયદે વસવાટ કરતા લોકોને શોધવાની કાર્યવાહી દરમ્યાન એએસઆઇ નરેન્દ્રસિંહ ઝાલા તથા હે.કો. પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આજે ભુજની સંજયનગરી ખાતેથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતી બાંગલાદેશી મહિલા નાગરિક સિરીન જન્નતુલ શેખને પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પી.આઇ. કે. એમ. ગઢવી, પીએસઆઇ એમ. એલ. વાઘેલાએએસઆઇ નરેન્દ્રસિંહ, હે.કો. પૃથ્વીરાજસિંહ, રઘુવીરસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, મહિપતસિંહ સોલંકીમહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન ચૌધરી, ચાંદનીબેન દેવડા જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd