ગાંધીધામ, તા. 18 : ગાંધીધામ આદિપુર જોડીયા શહેરોમાં
ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની દ્વારા નાખવામાં
આવેલી લાઈનો ઉપરની માટી બેસી જતા અનેક વિસ્તારોમાં વાહનો ફસાયા હતા. માર્ગો જળમગ્ન
હોવાથી અનેક જગ્યાઓ ઉપર નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા હતા. જીયુડીસી ની આ કળાકારી
થી સંકુલના નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ ખાડાઓ યથાવત છે.
જો તાકીદે જમીન સમતલ કરવાની કામગીરી નહીં થાય તો ગંભીર અકસ્માત નો ખતરો પણ તોળાઈ રહ્યું
છે. ગાંધીધામ સંકુલમાં પ્રથમ વરસાદે મહાનગરપાલિકા, જીયુડીસી સહિતના તંત્રોની પોલ ખુલી થઈ છે. પ્રિમોન્સૂન
કામગીરી માત્ર કાગળ ઉપર રહી છે જમીન ઉપર ન ઉતરતા અનેક સમસ્યાઓ સામે આવી છે. જી યુ ડી
સી એ નાખેલી લાઈનો ઉપરની માટી જમીનમાં બેસી ગઈ છે તો ગાંધીધામની જૂની કોર્ટ પાસે ક્રોમા
ના શોરૂમ સામે સર્વિસ રોડ અને ટાગોર રોડ ઉપર મોટા બે ભૂવા પડ્યા છે જ્યારે વેજીટેબલ
માર્કેટની સામે લાઈન ઉપર ની માટી જમીનમાં બેસી જતા ભૂવો પડ્યો હોય તેવી સ્થિતિ છે.
આ ઉપરાંત 10 બીસીમાં પણ
જમીન બેસી ગઈ છે. આદિપુરમાં રામબાગ રોડ સહિતના
વિસ્તારોમાં આવી જ સ્થિતિ છે. એસઆરસી પાસે જમીન બેસી જતા ટ્રેક્ટર ખુંપી ગયુ હતુ. તો
અનેક વિસ્તારોમાં બોલેરો સહિતના વાહનો જમીનમાં ખૂંચી ગયા હતા.લોકોને વાહન ચાલકો તંત્રની
બેદરકારીને કારણે ઘણા હેરાન થયા છે. ઔદ્યોગિક સંકુલ માં જે કલ્પના મુજબ નું મહાનગર
હોવું જોઈએ તેના કરતાં વિપરીત પરિસ્થિતિ છે. લોકોનો મુશ્કેલીઓથી સામનો થાય છે. - મંજૂરી વગર
લાઈન નાખનાર સામે નહિવત કાર્યવાહી : ગાંધીધામમાં અનેક જગ્યાઓ એ મંજૂરી વગર લોકોએ
લાઈનો નાખી છે ગુરુકુળ વિસ્તારમાં પણ એ ડિવિઝન પોલીસ મથક તથા રસ્તા ઉપર ખોદકામ કરીને
લાઈન નખાય છે તેનાથી આગળ પણ આવી જ કામગીરી થઈ છે અને જગ્યા ઉપર મંજૂરી વગર લાઈનો નાખવામાં
આવી છે છતાં વહીવટી તંત્ર દ્વારા કોઇ પગલા પગલાતા નથી અગાઉ સેક્ટર વિસ્તારમાં 25000 નો દંડ ફટકારતી નોટિસ આપી હતી
પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં નહિવત કાર્યવાહીથી સવાલો ઊઠી રહ્યા છે. - જીયુડીસી
ને મનપાએ તાકીદ કરી : જોડિયા શહેરોમાં
જે વિસ્તારોમાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની લાઇન નાખવાની કામગીરી કરી છે તે પૈકીના
મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર જમીનમાં માટી
બેસી ગઈ છે. અનેક વાહનો ફસાયા હતા લોકોના ધંધાઓને પણ નુકસાન પહોંચ્યું છે આ બધી પરિસ્થિતિનો
તાગ મેળવીને મહાનગરપાલિકાના અધિકારીઓએ જીયુડીસી ને તુરંત કામગીરી કરીને જે જે જગ્યાએ
માટી જમીનમાં બેસી ગઈ છે ત્યાં મલબો માટી નાખીને જમીન સમથળ કરવા માટેની તાકીદ કરી હતી.