નવી દિલ્હી, તા. 16 : ઈરાન
સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ મોટો દાવો કર્યો
છે. નેતન્યાહુએ કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના નંબર વન
દુશ્મન છે. ઈરાન ટ્રમ્પને મારવા માટે કામ કરી રહ્યું છે. આ સાથે પોતે પણ ઈરાનના
નિશાને હોવાનું નેતન્યાહુએ કહ્યું ઈઝરાયલી પીએમએ કહ્યું હતું કે, ટ્રમ્પ એક નિર્ણાયક નેતા
છે. તેમણે સમજૂતિના એવા રસ્તા ક્યારેય નથી અપનાવ્યા જેવા બીજા અપનાવે છે. સમજૂતિ
કમજોર પડતા ઈરાનને યુરેનિયમ વધારવાનો રસ્તોમળે છે અને તેનાથી પરમાણુ બોમ્બ બની શકે
છે. ટ્રમ્પે ઈરાન ઉપર ખુબ દબાણ કર્યું હોવાથી દુશ્મન નંબર વન બની ગયા છે. ઈઝરાયલી
પીએમએ એવો દાવો કર્યો હતો કે પોતે પણ ઈરાનના નિશાને છે. નેતન્યાહુએ ઈરાનના પરમાણુ
હથિયાર સામેના યુદ્ધમાં પોતાને ટ્રમ્પના જુનિયર પાર્ટનર ગણાવ્યા છે.