ભુજ, તા. 16 : તાલુકાના
માધાપર ગામમાં પરિણીતાનું મંગળસૂત્ર ચોરનારા બે આરોપીને માધાપર પોલીસે ઝડપી પાડયા
હતા અને મંગળસૂત્ર કબજે લેવાયું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, જૂનાવાસમાં ભવાની હોટેલ
પાછળ રેલવે બ્રિજ પરથી જઈ રહેલી પરિણીતાના ગળામાં રહેલું મંગળસૂત્ર લૂંટનારા
આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે નવીન લાલાભાઈ સુમાર મારવાડા અને જાસીન ઉર્ફે જાસલો ઈસાકઅલી
નોડેને પૂર્વ બાતમીના આધારે માધાપરથી પોલીસે પકડી પાડયા હતા. બંને વિરુદ્ધ ગુનો
નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.