• મંગળવાર, 17 જૂન, 2025

દેવપરના કિસાને 30 જાતની કેરીનો કર્યો સફળ પ્રયોગ

જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા (તા. માંડવી), તા. 16 : આમ તો કચ્છની કેસર કેરી પોતાની આગવી છાપ ધરાવી સારી ગુણવત્તા અને સ્વાદનાં કારણે સમગ્ર ગુજરાત-ભારત જ નહીં, પરંતુ સાત સમંદર પાર પણ આવકનો સ્રોત બની  છે, પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાતાવરણની વિષમતાનાં કારણે ઉત્પાદન ઓછું થાય છે તેનો દંજ ખેડૂતોને સતાવ્યા રાખે છે. ખાસ કરીને કચ્છમાં ગઢશીશા પંથકના મઉં, રત્નાપર, દેવપર (ગઢ), દનણા, વેસલપર, ખીરસરા, રાજપર, વિરાણી નાની, વડવા-કાંયા, દુજાપર તથા અંજાર તાલુકાના અમુક ગામો અને મુંદરા, ભુજ વિસ્તારના અમુક ગામોની જમીન તથા પાણી માફક આવતાં ખૂબ જ સારું ઉત્પાદન કરી ગીર-તલાલાની કેસર કેરીથી પણ સારી ગુણવત્તાની કેરી બજારમાં તથા લોકોના ભાણા સુધી પહોંચી છે. આ વચ્ચે ગઢશીશા પંથકના દેવપર (ગઢ) ગામના જેમણે કચ્છમાં પ્રાથમિક અને પ્રાયોગિક ધોરણે કેસર કેરીનું વાવેતર કરેલ એવા ખેડૂત અગ્રણી મૂલચંદભાઈ દેવજી નિસર (શાહ) (બુધિયા શેઠ) તથા તેમના પુત્રો વિમલભાઈ નિસર અને ધીરેનભાઈ નિસર કેસર કેરી સાથે અન્ય કુલ્લ 30 જેટલી કેરીની જાતનું વાવેતર કરી તેમાં સફળતા મેળવી છે. હાલમાં એમના ફાર્મની મુલાકાત લીધી ત્યારે જાપાનમાં થતી `િમયાજાકી' જાતની કેરીનું વાવેતર કર્યા બાદ તેમનાં ફળ પણ લાગ્યાં છે અને તેની ગુણવત્તા કંઈક અલગ જ છે. લાલ કલરની દેખાતી આ કેરીની કિંમત  એક કિલોના રૂા. એક લાખ પચાસ હજાર થી રૂા. બે લાખ પંચોતેર હજાર જેટલી જોવા મળે છે. ખરેખર આ આંકડો સાચો છે જેની પુષ્ટિ પણ કરાઈ છે જેને `સૂર્ય કા અંડા' તરીકે પણ ઓળખાય છે અને આ જાત જાપાનની હોવાનું જાણવા મળ્યું છે. તો સાથેસાથે વેસ્ટ બંગાળની નૂરજહા કેરી પણ તેમનાં ફાર્મમાં જોવા મળી છે જેનું વજન 3 કિલોગ્રામ જેટલું છે. તેમણે તેમના ફાર્મ પર હાફુસ, લાડવા, ગુલાબ ખાસ, તોતાપુરી, એટીએમ (ઓલ ટાઈમ મેંગો), લંગડો, બદામ, સુંદરી, બ્લેક મેંગોજમાદાર, વનરાજ, મેંગો 4 કેજી, જમ્બો કેસર જેવી અલગ-અલગ 30 જાતની કેરીની કલમોનું વાવેતર કરી અમુક જાતમાં સફળતા મેળવી છે. આમ કેરીની અલગ-અલગ જાતનું હાલમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરી તેમાં સફળતા મળશે તો ભવિષ્યમાં વધારે વાવેતર કરવા પણ વિચારણા કરી રહ્યા છે તેવું વિમલ નિસરે જણાવ્યું હતું. જો કે અન્ય ખેડૂતો પણ આવા સફળ પ્રયોગ કરી ખેતીને માત્ર ખેતી નહીં પણ વ્યાપારીકરણ અને શોખ પણ બનાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd