• મંગળવાર, 17 જૂન, 2025

ભડલી પંચાયતના સોલાર પ્લાન્ટથી વીજબિલમાં રાહત

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 16 : તાલુકાના ભડલી ખાતે ગ્રામ પંચાયત ઘર ઉપર ગ્રામ વિકાસ સમિતિ તથા ટ્રસ્ટના સહયોગથી સોલાર પ્લાન્ટ લગાવાયો હતો. ગામના સરપંચ હરિભાઈ પટેલ, માજી સરપંચ ગુલામ મકવાણા તથા તલાટી જયદીપસિંહ જાડેજાના પ્રયાસોથી લાગેલા સોલાર પ્લાન્ટથી ગામની રોડલાઈટોનું બિલ બચશે તથા ગામની પરબના ફિલ્ટર-આર.ઓ. પ્લાન્ટના બિલમાં પણ રાહત થશે, તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. વિકાસની દૃષ્ટિએ આગળ વધતાં ભડલી ગામમાં રોડ લાઈટ વિ. સોલાર પ્લાન્ટ તળે આવતાં પંચાયતના બિલની બચત થતાં અન્ય ગામડાઓ માટે રાહ ચીંધનાર બનશે તેવું લોકોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd