• મંગળવાર, 17 જૂન, 2025

પદ્ધરમાં અગમ્ય કારણે યુવાને ગળેફાંસો ખાધો

ભુજ, તા. 16 : તાલુકાના પદ્ધર ગામમાં રહેતા હરેશ માધાભાઇ ખુંગલા (ઉ.વ. 30)એ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, તો લોરિયા-ભીરંડિયારા માર્ગ પર સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ઉરસખાન હમદખાન (ઉ.વ. 23) નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ હતભાગી હરેશ સોમવારે સાંજના અરસામાં શ્રી રામકૃષ્ણ મિનરલ્સમાં હતો, ત્યારે કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે પદ્ધર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનો અન્ય એક જીવલેણ બનાવ લોરિયા-ભીરંડિયારા માર્ગ પર બન્યો હતો. આ માર્ગે અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલી ટ્રક સામે ઉરસ ખાન મૃત્યુ અવસ્પથામાં પડયો હતો, જ્યારે તેનો ભાઈ હયાત ખાન ગંભીર રીતે ઘવાયેલો પડયો હતો. આ બંને યુવાને 108 મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે ઉરસ ખાનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે હયાત ખાન સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકીમાં લખાવાયું હતું. ખાવડા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd