મોટા લાયજા, તા. 16 : પશ્ચિમ
માંડવીનાં મથક સમા મોટા લાયજા ગામથી ભીંસરા - બાડા - જનકપુર - માપર - મોડકુબા
-બાંભડાઈ - વિંઢ થઈ કોઠારા તરફ જતો મુખ્ય કોસ્ટલ હાઈવે તાજેતરમાં પહોળો કરવામાં
આવ્યો છે. તેમાં લાયજા નજીક વળાંક પાસે જ નર્મદાની પાઈપલાઈન પસાર કરવા રોડ
તોડવામાં આવેલ, જેમાં કાચીમાટીનું કામચલાઉ પૂરણ કરી દેવાતાં ખાડો પડેલ. જે અંગે ગત 25-5ના
કચ્છમિત્રમાં તસવીર સહ અહેવાલ પ્રસિદ્ધ થતાં કામચલાઉ ધોરણે પૂરી તપાસ કર્યા વગર એક
બાજુ ડામરથી પેચવર્ક કરી થૂકના સાંધા કરેલ. ડામર નાખવાના બીજા જ દિવસે રોડ પર છેક
સામા છેડા સુધી ઠેરઠેર ખાડા પડી ગયેલ છે. ચોમાસાંમાં શું હાલત થશે તેની તો કલ્પના
જ કરવી મુશ્કેલ છે. જ્યાં નર્મદાની લાઈન નાખેલ છે. ત્યાં વ્યવસ્થિત રીતે રિપેરિંગ
થાય અન્યથા ગંભીર અકસ્માતનો ખતરો ઊભો થયો છે. હાલે રોડ પર પથ્થર મૂકવામાં આવેલ છે, જેમાં રાતના ભાગે તો
અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. કોઈનો ભોગ લેવાય તે પહેલાં સત્વરે આ રોડનું
રિપેરિંગ કામ યોગ્ય રીતે હાથ ધરાય તેવી માંગ આ પંથકના લોકો કરી રહ્યા છે.