• મંગળવાર, 17 જૂન, 2025

ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન ખાતાનું ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી તા.15 : હવામાન વિભાગ દ્વારા ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, મહારાષ્ટ્ર અને એમપી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાનમાં ધૂળની આંધી ફૂંકાવાની સંભાવના છે. જો કે પંજાબ અને હરિયાણામાં હજુ ગરમીનું મોજું યથાવત રહેશે. બિહારમાં પણ ગરમી અકળાવશે. આઈએમડીના નવા બુલેટિન અનુસાર તમિલનાડુ, પુડુચેરી અને કરૈકલ તથા કર્ણાટકના કિનારાના ક્ષેત્રોમાં આગામી ર4 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. ગોવામાં સોમવારે ભારે વરસાદની આગાહી છે. એમપીમાં ર0 જૂન સુધીમાં, છત્તીસગઢમાં 18-0 જૂન સુધીમાં, ઝારખંડમાં 17-18 જૂન સુધીમાં તથા ઓરિસ્સામાં બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. દેશના અલગ અલગ ભાગમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે જેને પગલે ભારતીય હવામાન વિભાગે સાવચેતીરૂપ જાહેરાત કરી છે. રવિવારે તમિલનાડુ, ગોવા, કેરળ અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું હતુ. કેરળમાં વરસાદનું જોર યથાવત છે. ભારે વરસાદને કારણે અનેક વૃક્ષ ધરાશાયી થયાં છે. કાચાં મકાનોને નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ થતાં ઉત્તરી જિલ્લાના કિનારાના ગામડાઓમાં માલ મિલકતને ભારે નુકસાન થયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd