ભુજ, તા. 16 : માંડવીમાં
આંકડાનો જુગાર રમતા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રોકડા રૂા. 2920 તથા
આંકડાનું સાહિત્ય કબજે કર્યા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, માંડવીના સાંજીપડી ચોક
પાસે આરોપી મહેશ દેવરાજ ફુફલ મિલન બજારનો વરલી મટકાનો આંક ફરકનો આંકડાનો જુગાર
રમતો હોવાની બાતમીના પગલે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં
આરોપી ઝડપાયો હતો. તેની પાસેથી આંકડાનું સાહિત્ય તથા રોકડા રૂા. 2920 જપ્ત
કરાયા હતા. માંડવી પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.