બ્રેડી (આયર્લેન્ડ), તા. 16 : વેસ્ટ
ઇન્ડિઝે ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં તેનો બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો અને
મેચમાં આયર્લેન્ડને 62 રને હાર આપી હતી. આથી 3 મેચની
વરસાદ બાધિત શ્રેણીમાં વિન્ડિઝનો 1-0થી વિજય થયો હતો. શ્રેણીની
પહેલી-બીજી મેચ વરસાદને લીધે રમાઇ ન હતી. પહેલાં બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝ ટીમે 20 ઓવરમાં
પ વિકેટે 2પ6 રન ખડક્યા હતા. જેમાં એવિન
લૂઇસના 44 દડામાં 91, કપ્તાન શાઇ હોપના 27 દડામાં
પ1 અને
કીસી કાર્ટીના 22 દડામાં અણનમ 49 રન મુખ્ય હતા. જવાબમાં આયર્લેન્ડ
ટીમ 7 વિકેટે 194 રન કરી શકી હતી. જેમાં રોસ
અડાયરના 48 અને હેરી ટેકટરના 38 રન મુખ્ય હતા.
ચાર ઓવરમાં 81 રન :
આયર્લેન્ડના બોલર મેકાર્થીનો રેકોર્ડ
આ મેચમાં આયર્લેન્ડના બોલર લિયામ
મેકાર્થીએ ડેબ્યૂ મેચમાં 4 ઓવરમાં 81 રન
લૂંટાવ્યા હતા અને એક પણ વિકેટ મળી ન હતી. ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે ઇંગ્લેન્ડના
જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડયો હતો. તેણે 2007માં ડેબ્યૂ મેચમાં 64 રન
લૂંટાવ્યા હતા, જ્યારે શ્રીલંકાના કાસુન રાજિથાએ 2019માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ઓવરમાં 7પ રનનો
ખર્ચ કર્યો હતો. હવે આયર્લેન્ડના લિયામ મેકાર્થીએ 4 ઓવરમાં 81 રન આપી
નવો રેકોર્ડ બનાવ્યો છે.