• મંગળવાર, 17 જૂન, 2025

ભચાઉમાં જુગાર રમતા ત્રણ ખેલી 31,500ની રોકડ સાથે પકડાયા

ગાંધીધામ, તા. 16 :  ભચાઉના હિંમતપુરામાં ઘરની બહાર જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે રોકડ સાથે ઝડપી પાડયા હતા. ભચાઉ પોલીસ પેટ્રાલિંગમાં હતી એ દરમિયાન આરોપી સમીર દાઉદ ફકીરનાં મકાનની આગળના ભાગે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે આરોપી અલ્પેશ ભાવસંગજી ઠાકોર, રફીક ઉમર અને સમીર સહિત ત્રણેયને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન રૂપિયા 31,500 તથા બે મોબાઇલ સહિત કુલ રૂા. 51,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd