• મંગળવાર, 17 જૂન, 2025

કમાગુનામાં દેશી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

ભુજ, તા. 16 : તાલુકાના કમાગુના ગામની સીમમાં ગેરકાયદે દેશી બનાવટની બંદૂક સાથે માનકૂવા પોલીસે જુસબ રેમતુલા ત્રાયાને ઝડપી પડયો હતો અને હથિયાર કબજે કર્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કમાગુના ગામની દક્ષિણ બાજુ આવેલી સીમમાંથી આરોપીને ગેરકાયદે રખાયેલી બંદૂક સાથે પકડી લેવાયો હતો. પોલીસે રૂા. બે હજારની કિંમતનું હથિયાર કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd