• મંગળવાર, 17 જૂન, 2025

ભારત-પાક મહિલા ટીમની 5 ઓક્ટોબરે ટક્કર

નવી દિલ્હી, તા. 16 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આજે ભારત-શ્રીલંકામાં રમાનાર મહિલા વન ડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેની શરૂઆત 30 સપ્ટેમ્બર-202પના બેંગ્લુરુમાં ભારત-શ્રીલંકા વચ્ચેની મેચ સાથે થશે જ્યારે સ્પર્ધાની હાઇવોલ્ટેજ મેચ ભારત-પાકિસ્તાન વચ્ચેની પાંચમી ઓકટોબરે કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમ પર રમાશે. બીસીસીઆઇ અને પીસીબી વચ્ચેની સમજૂતી અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચેની આઇસીસી સ્પર્ધાની મેચ તટસ્થ સ્થળ પર રમાશે. સ્પર્ધામાં કુલ 28 લીગ મેચ અને 3 નોકઆઉટ મેચ હશે. ભારત 12 વર્ષે મહિલા વિશ્વકપની યજમાની કરી રહ્યું છે. આ પહેલાં 2013માં ભારતને મહિલા વિશ્વકપનું યજમાનપદ મળ્યું હતું. ભારતીય મહિલા ટીમની  બીજી લીગ મેચ 9 ઓક્ટોબરે દ. આફ્રિકા સામે હશે. જે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. જ્યારે 12 ઓક્ટોબરે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની ટક્કર થશે. આ મેચ પણ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ ઇન્દોરમાં 19 ઓકટોબરે રમાશે. 23મીએ ભારત સામે ન્યૂઝીલેન્ડ ટીમ હશે. આ મેચ ગુવાહાટી ખાતે રમાશે. ભારતીય મહિલા ટીમનો આખરી લીગ મેચ બાંગલાદેશ વિરુદ્ધ હશે. જે બેંગ્લુરુમાં 26 ઓક્ટોબરે રમાશે. વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમ તેના અભિયાનની શરૂઆત 1 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે કરશે. મહિલા વન-ડે વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં અને બીજી સેમિફાઇનલ મેચ 30મીએ બેંગ્લુરુમાં રમાશે, જ્યારે ફાઇનલ મુકાબલો તા. 2 નવેમ્બરે કોલંબો અથવા બેંગ્લુરુ ખાતે રમાશે. જો પાક. મહિલા ટીમ સેમિ અને ફાઇનલ મેચ સુધી પહોંચશે તો જ તેના હિસ્સાના મેચ કોલંબમાં રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd