ભુજ, તા.6 : અહીંની સ્પીડી ક્રિકેટ એકેડેમી
દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રની ટોચની મહિલા ખેલાડીઓ એટલે કે દીકરીઓની ક્રિકેટ સ્પર્ધા સાથે
મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતેના ચાર ટર્ફ વિકેટ સાથેના
નવનિર્મિત ગ્રાઉન્ડને ખુલ્લું મુકાયું હતું. આ સ્પર્ધાની ફાઈનલમાં સ્પીડી એ ટીમને હરાવીને
સ્પીડી બી ટીમ વિજેતા બની હતી. સ્પીડી બીએ
ધ્રુવીના 31, મોનિકા વિરાણીના 29, જીએસકેના 26 અને ધ્રુવી ભટાસણના 24 ઉપરાંત પ્લેયર ઓફ ધ મેચ અવની
ચાવડાના 21 રનના સહારે 48.4 ઓવરમાં 198 રન બનાવ્યા હતા. એ વતી સ્મિતિએ
39માં 3, પૂજા મરંડે 39માં બે અને ટીશા ગોરે 26માં 1 તેમજ એમજેએ
26માં 1 વિકેટ લીધી હતી. જવાબમાં સ્પીડી એ ટીમ પ0 ઓવરમાં આઠ વિકેટે 181 રન સુધી સીમિત રહેતાં બીનો
17 રને વિજય થયો હતો. સલોની ધોળકિયાએ
3પ, કપ્તાન ટિશા ગોરે 3પ રનનું યોગદાન આપ્યું હતું. બી વતી અવની
ચાવડાએ 27માં 3, ઋતુ સાવલિયાએ 10માં 1, કપ્તાન રિદ્ધિ
રૂપારેલે 17માં 1, મોનિકા વિરાણીએ 21માં 1 અને ધ્રુવી
ભટાસણે 32માં 1 વિ. ખેરવી હતી. વુમન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર પૂજા આહીર, બેસ્ટ બેટર સરસ, બેસ્ટ
વિકેટકીપર રિદ્ધિ રૂપારેલ થયા હતા. સ્પીડીના મુખ્ય કોચ મુકેશ ગોર, શાલીન મહેતા અને ધવલ ગુંસાઈએ આયોજન સંભાળ્યું હતું. કીર્તિભાઈ વરસાણીએ શુભેચ્છા
પાઠવી હતી. દેવેન્દ્ર જોશી, સંજય ચંદે, ભદ્રેશ દોશી અને ફ્રેન્ડ્સ ગ્રુપ, ધર્મેશ કોટક,
હરીશ વાઘજિયાણી સહયોગી રહ્યા હતા. ગ્રાઉન્ડ વ્યવસ્થા સ્પીડીના ધર્મેશભાઈ,
અલ્પેશ શાહ, ધ્રુવી શાહ, ટિશા ગોરે સંભાળી હતી. અમ્પાયર તરીકે નિખિલભાઈ, ધ્રુવ
ગોસ્વામી તથા યશ ચંદેએ, તો સ્કોરર તરીકે પરમ પંડયાએ સેવા આપી
હતી. મોરબીથી મૂરલીધર ગ્રાઉન્ડના સુરેશ ડાંગર હાજર રહ્યા હતા.