• શનિવાર, 07 જૂન, 2025

સુરક્ષિત તથા સ્વચ્છ ખોરાક સ્વસ્થ જીવનનો આધાર

ભુજ, તા. 6 : સ્વચ્છતા તથા સુરક્ષિત ખોરાક જીવનનો આધાર હોતાં અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના આહાર વિભાગે હોસ્પિટલના રસોડાંના સ્ટાફને દર્દીઓ માટે તૈયાર કરવામાં આવતા ખોરાક અંગે કાળજી લેવા વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની પૂર્વ સંધ્યાએ માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલના ડાયટિશિયન પૃથ્વીબેન લખલાણી તથા સોનુ યાદવે ફૂડ પ્રોસેસિંગ, સ્ટાફને રસોઇ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો વિશે માર્ગદર્શન આપતાં રોજિંદી રસોઇમાં વપરાતી ખાદ્યસામગ્રી શાકભાજી, અનાજ, તેલ, મસાલાની ગુણવત્તા સાથે રસોડાંની સ્વચ્છતા તથા ખોરાક તૈયાર કરતી વખતે હાથ ધોવા, ખોરાકનું સાચું તાપમાન જાળવવું, કાચા અને રાંધેલા ખોરાકને અલગ રાખવા ફીફો (ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ) સિસ્ટમ અપનાવવી, ખાદ્ય પદાર્થ ઉપર એક્સપાયરી તારીખ સ્પષ્ટ જોવા સહિતની બાબતો અંગે જાગૃત રહેવા જણાવ્યું હતું. ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે દરેક વ્યક્તિએ ખાદ્ય પદાર્થના પેકેટ ઉપર એફએસએઆઇ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો લોગો તથા લાઈસન્સ નંબર છે કે નહીં તેની ચકાસણી કરવી આવશ્યક હોવાનું જણાવ્યું હતું. ખોરાકની ગુણવત્તા તથા ખાદ્ય સુરક્ષા જ આરોગ્ય સેવાની સફળતાનો મહત્ત્વના સ્તંભ હોતાં હોસ્પિટલમાં તૈયાર થતાં ખોરાકની ગુણવત્તા તથા આરોગ્ય સેવાના સ્તરને ઊંચું રાખવા માટે જંતુ નિયંત્રણ તથા કેન્ટિનમાં ફૂડ હેન્ડલિંગની સાવચેતીના તમામ મુદ્દાઓથી કિચન સ્ટાફને વાકેફ કરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd