• શનિવાર, 07 જૂન, 2025

તેરા નજીક એક્ટિવા સ્લીપ થતાં યુવકનું મોત

ભુજ, તા. 6 : નલિયા-ભુજ માર્ગ પર બનેલા જીવલેણ બનાવમાં નલિયાથી દવા લેવા ભુજ આવતા રાજેશ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. 28) નામના યુવાનની એક્ટિવા સ્લીપ થતાં ગંભીર ઈજાનાં પગલે મોત થયું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, નલિયા ગામમાં રહેતા હતભાગી રાજેશ સોલંકી પત્ની સાથે એક્ટિવા નં. જીજે 12 એચએ 5887વાળીથી દવા લેવા ભુજ આવતા હતા, ત્યારે તેરા જતા માર્ગ પર વાહન સ્લીપ થઈ જતાં તેમને માથા તથા કાનના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ભુજની જી.  કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd