• શનિવાર, 07 જૂન, 2025

રિઝર્વ બેન્કનાં પગલાંથી શેરોમાં તેજીનો તરવરાટ

મુંબઈ, તા. 6 : સપ્તાહના અંતે શુક્રવારે રિઝર્વ મહત્વના નિર્ણયમાં વ્યાજદર અને સીઆરઆર ઘટાડતાં ભારતીય બજારોમાં તેજીનો તરવરાટ જોવા મળ્યો હતો અને બજાર લગભગ એક ટકો વધ્યું હતું. સેન્સેક્ષ 746.95 (0.92 ટકા) વધીને 82,188.99 ઉપર બંધ થયો હતો. નિફ્ટી 252.15 પોઇન્ટ (1.02 ટકા) વધીને 25,003.05 આંક ઉપર બંધ થયો હતો. બજારની સામાન્ય શરૂઆત થઈ હતી અને જેવી રિઝર્વ બૅન્કની નાણાનીતિ જાહેર થઈ કે તરત જ બજાર ઉપર ચડયું  એક તબક્કે સેન્સેક્ષ 857.85 પોઇન્ટ્સ વધીને 82,299.89 પોઇન્ટ દિવસની સર્વોચચ સપાટી ઉપર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી એક તબક્કે 278.60 પોઇન્ટ્સ વધીને 25,029.50 પોઇન્ટ્સની ઇન્ટ્રાડે હાઈ ઉપર પહોંચ્યો હતો. બજારનાં ચાવીરૂપ ક્ષેત્રો વધ્યાં હતાં અને ખાસ કરીને વ્યાજદર પ્રત્યે સંવેદનશીલ ક્ષેત્રો જેવાં કે રિયાલ્ટી, ફાઈનાન્સિયલ અને અૉટો સૌથી વધુ વધ્યા હતા. રિયાલ્ટી 4.74 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ 1.79 ટકા, મેટલ 1.56 ટકા, અૉટો 1.50 ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ 1.30 ટકા અને બૅન્કેક્સ 1.25 ટકા વધ્યા હતા જ્યારે ઇન્ડસ્ટ્રિયલ અને કૅપિટલ ગુડ્ઝ ઘટયા હતા. બીએસઈ મિડકૅપ 0.91 ટકા અન સ્મોલકૅપ 0.43 ટકા વધ્યા હતા. બીએસઈ ઉપર 2278 શૅર વધ્યા હતા, 1744 શૅર ઘટયા હતા અને 134 શૅર સ્થિર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd