• શનિવાર, 07 જૂન, 2025

ભારતમાં સ્ટારલિંકને મળ્યું લાયસન્સ

નવી દિલ્હી, તા. 6 : એલન મસ્કની ઉપગ્રહ આધારિત ઈન્ટરનેટ સુવિધા સ્ટારલિંકના ભારતમાં પ્રવેશનો માર્ગ મોકળો બની ગયો છે. ભારતના ટેલિકોમ મંત્રાલયે મસ્કની આ કંપનીને સેટેલાઈટ ઈન્ટરનેટનું લાયસન્સ આપી દીધું છે. આવો પરવાનો ભારતમાં મેળવનાર સ્ટારલિંક ત્રીજી કંપની બની છે. અગાઉ વનવેબ અને રિલાયન્સ જિઓને પણ સેટેલાઈટ સેવા શરૂ કરવાનું લાયસન્સ ભારતીય ટેલિકોમ મંત્રાલયે આપ્યું હતું.  ભારતની બજારમાં મસ્કની સ્ટારલિંક કંપનીનો સીધો મુકાબલો રિલાયન્સ જિઓ અને એરટેલની વનવેબ સાથે થશે. સ્ટારલિંક 500થી 550 કિલોમીટરની ઊંચાઈ પર ઘણા નાના ઉપગ્રહો મારફતે કામ કરતી કંપની છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd