• શનિવાર, 07 જૂન, 2025

ગ્રા. પં.ની ચૂંટણીના અટપટા ઉમેદવારી ફોર્મે અનેકોને ગોટે ચડાવ્યા

ભુજ, તા. 6 : કચ્છની 166 ગ્રામ પંચાયતની સામાન્ય અને 241ની પેટા મળી 407 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 22 જૂને યોજાવાની છે. હાલ આ ચૂંટણી માટેના ઉમેદવારીપત્રક ભરવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું ઉમેદવારી ફોર્મ લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરતાં પણ અટપટું હોતાં ગ્રામ્ય મુખી અને પંચાયતના સભ્ય બનવા માગતા મુરતિયાઓને રીતસરનો ગોટે ચડવાનો વારો આવી રહ્યો છે. કચ્છમાં ભૂકંપ બાદ ઔધ્યોગિક વિકાસનો વ્યાપ વિસ્તરતાં ગ્રામ પંચાયતનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. જિલ્લામાં આવતા ઉદ્યોગગૃહોને જે-તે ગ્રામ પંચાયતની મંજૂરી લેવી ફરજિયાત હોય છે, ત્યારે સરપંચનું મહત્ત્વ વધી ગયેલું દેખાઈ રહ્યું છે. આ જ કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ વધુ ગરમાવો લઈ રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે તે એટલું લાંબું અને અટપટું છે કે, ઉમેદવારીપત્ર ભરવા સમયે ઈચ્છુક મુરતિયાઓના નાકે દમ આવી જાય છે.  દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણીપંચની માર્ગદર્શિકા ન હોવા છતાં કેટલા આધારો નિયમ વિરુદ્ધ માગવામાં આવતાં જેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે તેમને પોતાનું ઉમેદવારી ફોર્મ રદ થવાનો પણ ડર લાગે છે. 13 પાનાંનાં ઉમેદવારી ફોર્મમાં મિલકત સંબંધી વિગત, ગુનાખોરીનો ઈતિહાસ, બાકી લેણાં અને વેરાની વિગતો માગવામાં આવી છે. આ ફોર્મમાં કેટલીક એવી માહિતી માગવામાં આવી છે જે મોટી ચૂંટણીમાં ભાગ્યે જ મગાતી હોય છે. આ તમામ પરિબળોનાં કારણે તુલનાત્મક રીતે અત્યાર સુધી ઓછા ઉમેદવારી ફોર્મ ભરાયાનું સપાટી પર આવી રહ્યંy છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd