• શનિવાર, 07 જૂન, 2025

માધાપરની હોટેલમાં કામ કરતા બાળમજૂરને મુક્ત કરાવાયો : સંચાલક સામે કાર્યવાહી

ભુજ, તા. 6 : તાલુકાના માધાપર ગામમાં હોટેલ પર કામ કરતા સગીર વયના બાળકને મુક્ત કરાવી બાળમજૂરી કાયદાનો ભંગ કરનારા હોટેલ સંચાલક ફકીર મામદ રાયમા વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ શ્રમ અધિકારી એમ. એમ. ચૂડાસમાએ નોંધાવેલી ફરિયાદના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં રાયમા ટી હાઉસ નામની દુકાનમાં કામ કરતા સગીરને મુક્ત કરાવી સંચાલક ફકીર મામદ રાયમા વિરુદ્ધ માધાપર પોલીસે કાયદેસરની કાર્યવાહી આદરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd