માંડવી, તા. 6 : સાઈકલ દિવસ અનુસંધાને માંડવી
સાઈકલ ક્લબ દ્વારા માંડવી ખાતે હેરિટેજ માંડવી સાઈકલ રાઈડનું આયોજન કરાયું હતું, જેમાં સાઈકલ ક્લબના સભ્યો તેમજ સાઈકલપ્રેમી
લોકો જોડાયા હતા. કચ્છમિત્રના પ્રતિનિધિ જયેશભાઈ જી. શાહ દ્વારા હેરિટેજ રાઈડને મહિલા
બાગ પાસેથી પ્રસ્થાન કરાવાયું હતું. મહિલા બાગ, કુયડી,
તળાવ ગેટ, લાઈટ હાઉસ, પોર્ટ,
જહાજવાડો, મેમણ મુસાફર ખાના, ભીમાણી ટાવર, શાક માર્કેટ, ભીમાણી
શાળા, સાંજીપડી, પાઠશાળા, શ્યામજી કૃષ્ણવર્મા જન્મસ્થાન, જૂનું સ્વામિનારાયણ મંદિર,
હવેલી, જૈન દેરાસર, જૈન નૂતન
શાળા, જૈન ધર્મશાળા સહિત શહેરના પાંચ નાકાને આજની સાઈકલ રાઈડમાં
આવરી લેવામાં આવેલા હતા. વિનય ટોપરાણી,
જુગલ સંઘવી, ડો. જયેશ મકવાણા, ડો. જય મહેતા, પરેશ સોની, અમીષ
સંઘવી, મુનીન્દ્ર વૈદ્ય, મિતલ સંઘવી,
પરેશ નાકર, રાજેશ પેથાણી, દેવ રામજિયાણી સહિતના સાઈકલ ક્લબના સભ્યો રાઈડમાં જોડાયા હતા. સવારની રાઈડ
સાથે સાઈકલ ક્લબ દ્વારા આખા દિવસ દરમ્યાન 8થી 15 કિ.મી. સાઈકલ
ચલાવવી, ધંધાના સ્થળે સાઈકલથી જવાનું અને સાઈકલ ચલાવતા
અન્ય લોકો સાથે સેલ્ફી લેવાનું આયોજન કરવામાં આવેલ હતું. સાઈકલ ક્લબના મુકેશ ત્રિવેદી,
ધર્મેન્દ્ર કોટક, પરેશ સોની, બિપિન ફોફંડી, નયન ચાવડા, હિતેશ
કાનાણીએ આભાર માન્યો હતો. સૌને તુલસીના બીજ આપવામાં આવ્યા હતા.