• શનિવાર, 07 જૂન, 2025

અલ્કારાઝ ફ્રેંચ ઓપન ફાઈનલમાં

પેરિસ, તા. 6 : ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનમાં ઈટાલીના લોરેંઝો મુસેટ્ટી ચોથા સેટમાં ઈજાને કારણે વધુ રમી ન શકતાં સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ ફાઈનલમાં પહોંચ્યો હતો. મુસેટ્ટી 4-6, 7-6 (3), 6-0, 2-0થી પાછળ રહ્યા બાદ ઈજાને કારણે નિવૃત્ત થતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અલ્કારાઝ સતત બીજી ફ્રેંચ ઓપન ફાઈનલમાં પહોંચ્યો હતો. રાફેલ નાદાલ અને ગુસ્તાવો કુર્ટેન પછી આ સદીમાં પોતાનો રોલેન્ડ ગેરોસ ખાતબ જાળવી રાખનારો માત્ર ત્રીજો ખેલાડી બનવાનો પ્રયાસ કરી રહેલા અલ્કારાઝનો સામનો રવિવારની ફાઈનલમાં વિશ્વના નંબર વન જેનિક સિનર અથવા 24 વખતના ગ્રાંડસ્લેમ ચેમ્પિયન નોવાક જોકોવિચ સામે થશે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકા સામે અમેરિકાની વિશ્વ નંબર બે 21 વર્ષીય કોકો ગોફ હશે. બન્ને ખેલાડી તેમનો પહેલો ફ્રેંચ ઓપન ખિતાબ જીતવા શનિવારે લાલ માટીના કોર્ટમાં ઊતરશે. બીજી સેમિફાઇનલમાં કોકો ગોફે દુનિયાની 361મા નંબરની ખેલાડી લોઇસ બોઇસનને આસાનીથી 6-1 અને 6-2થી હાર આપી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલાં સબાલેંકાનો પહેલી સેમિફાઇનલમાં ચાર વખતની ફ્રેંચ ઓપન ચેમ્પિયન પોલેન્ડની ઇગા સ્વિયાતેક સામે 7-6, 4-6 અને 6-0થી વિજય થયો હતો. સબાલેંકાએ અત્યાર સુધીમાં ત્રણેય ગ્રાંડસ્લેમ ખિતાબ હાર્ડ કોર્ટ પર જીત્યા છે, જેમાં બે ઓસ્ટ્રેલિયન ઓપન અને એક અમેરિકી ઓપન છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd