નખત્રાણા, તા. 13 : ઉમિયા પાટીદાર ગ્રુપ નખત્રાણા
આયોજિત નાઇટ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 32 ટીમ અને 192 ખેલાડીએ ભાગ
લીધો. 8 ફ્રેન્ચાઇઝીને સાંકળતી પટેલ પેંડાઘર ચેમ્પિયન્સ
ટ્રોફીમાં 48 મેચ રમાઈ હતી. ભગત ફાર્મ ક્રિષ્ના
હોન્ડા ફાઇટર્સ-નખત્રાણા વિ. મહાલક્ષ્મી પટેલ
એગ્રો ટાઇટન્સ-નખત્રાણા ફાઇનલમાં ટકરાયા હતા. મહાલક્ષ્મી ટીમ વિજેતા થઇ હતી. આ ટૂર્નામેન્ટમાં
નખત્રાણા સમાજના વડીલોની 3 ટીમ રમી હતી.
સત્યનારાયણ પાટીદાર સમાજ (મધ્ય વિભાગ), પાટીદાર સમાજ (પશ્ચિમ વિભાગ) અને પાટીદાર સમાજ (દક્ષિણ વિભાગ) પણ રમી હતી,
જેમાં વિજેતા પાટીદાર સમાજ પશ્ચિમ અને રનર્સ-અપ દક્ષિણ રહી હતી. આયોજક
ભાવેશ પોકાર, અમીત ભગત, હેમ વાલાણી,
માધુર લીંબાણી, પ્રિન્સ જબુવાણી, મુકેશ પટેલ રહ્યા હતા. નમરત સ્પોર્ટસ
કેફે નખત્રાણા ખાતે સ્પર્ધા રમાઇ હતી. ફાઇનલમાં નખત્રાણા તા. ભાજપના પ્રમુખ ધર્મેશ
કેશરાણી, ભરત સોમજિયાણી (રનર્સ-અપના દાતા), ગ્રા.વિ. મંડળના પ્રમુખ, પાટીદાર સમાજના પ્રમુખ તથા અન્ય
હોદ્દેદારો, ચેમ્પિયન્સ ટ્રોફીના દાતા તરુણ શૈલેષભાઇ પોકાર ઉપસ્થિત
રહ્યા હતા. વિજેતા ટીમને 2 ટ્રોફી, ચાંદીના 3 સિક્કા,
રોકડ પુરસ્કાર તથા ઉપવિજેતાને 2 ટ્રોફી,
ચાંદીના બે સિક્કા, રોકડ પુરસ્કાર અપાયા હતા.