• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ભોજાયમાં યોજાયેલા કેમ્પમાં 12 દર્દીઓની થયેલી સર્જરી

ભોજાય, તા. 22 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ તરફથી બે દિવસ દરમ્યાન જનરલ સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એપેન્ડીક્સ, સારણગાંઠ, વધરાવળ, હરસ રસોની ઈત્યાદિથી પીડાતા 30 દર્દીઓની તપાસણી જનરલ સર્જન ડો. ગૌરવ મિશ્રાએ કરી હતી જે પૈકી વિવિધ ઓપરેશન માટે બાર દર્દીઓને સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. જનરલ સર્જન ડો. મીતેશ મોદી અને ડો. ગૌરવ મિશ્રાએ તમામ દર્દીઓના ઓપરેશનો કર્યા હતા. દર્દીઆને એનેસ્થેશીયા ડો. પ્રકાશ ગંગવાણીએ આપ્યા હતા. ભોજાયના વડીલ ગાંગજીભાઈ લીલાધર દેઢિયાની સ્મૃતિમાં તેમના ધર્મપત્ની માતુશ્રી સુંદરબેન ગાંગજી દેઢિયા તરફથી સહયોગ મળ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd