• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ભારે વાહનચાલકોને માર્ગ સુરક્ષાર્થે જાગૃત કરાયા

સાંઘીપુરમ (તા. અબડાસા), તા. 22 : અદાણી સિમેન્ટ, અદાણી ફાઉન્ડેશન અને અદાણી મેડિકલ સેન્ટર, સાંઘીપુરમના સંયુક્ત ઉપક્રમે ભારે વાહનચાલકો માટે માર્ગ સુરક્ષા, આરોગ્ય જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં 150થી વધુ ભારે વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ અધિકારીઓએ ભાગ લીધો હતો. અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડિગ યુનિટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોનું સન્માન કરીને તેમને સુરક્ષા માટે ફર્સ્ટ એડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમને સંબોધતા અદાણી સિમેન્ટ, સાંઘીપુરમના ચીફ પ્લાન્ટ મેનેજર રાજેશ વાઢેરના માર્ગદર્શન હેઠળ વિવિધ અધિકારીઓએ સુરક્ષિત ડ્રાઇવિંગના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની સફળતા પાછળ ડ્રાઇવરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે અને તેમની સલામતી સમગ્ર સપ્લાય ચેઇનની સલામતી સાથે જોડાયેલી છે. સેફ્ટી ટીમ દ્વારા ડ્રાઇવરોને ઓવર સ્પીડથી બચવા, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, લાંબી મુસાફરી પૂર્વે પૂરતો આરામ લેવા તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ વાહનની નિયમિત તપાસ અને ઇમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અકસ્માતોના મુખ્ય કારણો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વધુ ઝડપ, મોબાઇલ ફોનનો ઉપયોગ, નશાની હાલતમાં વાહન ચલાવવું તથા લાંબા સમય સુધી સતત ડ્રાઇવિંગ જેવા પરિબળો ગંભીર અકસ્માતો માટે જવાબદાર હોવાનું જણાવાયું હતું.  ડ્રાઇવરોને આ જોખમોથી દૂર રહી સુરક્ષિત વાહન વ્યવહાર અપનાવવા અપીલ કરવામાં આવી હતી.  કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ચકાસણી શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd