બિદડા, તા. 22 : બિદડા સર્વોય ટ્રસ્ટ યોજિત પીડિયાટ્રીક ઓર્થોપીડિકલ
ફોલોઅપ કેમ્પમાં ગુજરાત અને રાજસ્થાનના 150થી વધુ બાળ દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી.
બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શા કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામમાં 2011થી 2026 સુધી જે બાળ દર્દીઓની સર્જરી થઈ હતી.
એ દર્દીઓની તા.18 અને 19મીએ ડો. તરલ નાગડા અને તેમના સાથીઓ દ્વારા તપાસણી થઈ હતી.
કેમ્પમાં 150થી
વધુ દર્દીઓ તપાસાયા હતા, જેમાં 40 નવા દર્દી હતા.મગજની બીમારી સેરેબલ પાલ્સીના
કારણના બાળકની ડિલિવરી વખતે તેને ઈજા થાય કે આકસ્મિક સંજોગોના કારણે બાળકના મગજને હાનિ પહોંચે તો તેનો વિકાસ રુંધાય છે. કેમ્પમાં
મોટાભાગના સેરેબલ પાલ્સીના દર્દી હતા. હોસ્પિટલના
ફિઝિયોથેરાપીસ્ટ ડો.જીજ્ઞેશ સોલંકીએ કેમ્પ વિશે માહિતિ આપતાં જણાવ્યું કે, ગળાની તકલીફ (ટોરીટોકોલીસ),
નસની તકલીફ (અરબ્સ પાલ્સી),
તેમજ વાંકા પગવાળા વગેરે દર્દીઓને તપાસાયા હતા. જયા રીહેબ સેન્ટરની ટીમે
ફિઝિયોથેરાપીની સેવા આપી હતી. ફોલોઅપ કેમ્પમાં આવેલા એક બાળ દર્દીનું ગળું વાકું હતું. તેના પર 2023માં અહીં ઓપરેશન કરાયું હતું. જે હવે નોર્મલ
છે. એ જ રીતે બીજું બાળક પુરબ રબારી પગના આંગળા
પર ચાલતું હતું જેના પર અહીં 2025માં
ઓપરેશન થયું હતું. જેની તકલીફ તદ્દન દુર થઈ છે.