ભુજ, તા. 14 : 14મી ઓગસ્ટે દેશના ભાલાના પ્રસંગને
ન ભૂલશું, ન માફ કરશું અખંડ ભારત બનાવીને રહીશું તેવું
ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આયોજિત કાર્યકર્તા સંમેલનને સંબોધતાં રાષ્ટ્રીય
અધ્યક્ષ ડો. પ્રવીણભાઇ તોગડિયાએ જણાવતાં ઉમેર્યું કે, હનુમાન
ચાલીસા પાઠનાં કેન્દ્રો એક લાખ સુધી વધારી હિન્દુઓને સંગઠિત કરાશે. ઘરોઘરથી એક મુઠ્ઠી
અનાજ એકત્ર કરી જરૂરતમંદોને મદદ કરાશે. તેના માટે આગામી તા. 23 રવિવારે આખા દેશમાં ઘર ઘર સંપર્ક
કરાશે. ચિંતાને રોગનું મૂળ ગણાવતાં આ તબીબે જણાવ્યું કે, દેશમાં 40 કરોડ લોકો બ્લડપ્રેશર અને સુગરના
રોગી છે, તેમની તપાસ માટે સુરગની પટ્ટી મોકલાય છે,
તેમાં સહયોગ આપવા અનુરોધ કરતાં ઉમેર્યું કે, બ્લડપ્રેશરને
રોકવા દરેક વ્યક્તિને રોજ પાંચ ગ્રામથી વધુ નમક ન ખાવા સલાહ આપી હતી. અખંડ ભારત માટે
હિન્દુ પ્રભુત્વ ઊભું કરવું પડશે, દેશને આર્થિક મહાસત્તા અને
દુનિયાની મિલિટરી સત્તા બતાવવાનો મત વ્યક્ત કર્યો હતો. સ્વાગત પ્રવચન કરતાં સૌરાષ્ટ્ર
પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ શશિકાંતભાઇ પટેલે ડો. તોગડિયા દ્વારા રામમંદિર માટેના કારસેવા,
કુંભના મેળામાં 15 હજાર લોકો માટેની શિબિર સહિતની વિગતો આપી ઉમેર્યું હતું કે, ડો. પ્રવીણભાઇ તોગડિયાના જન્મદિવસ નિમિત્તે
આગામી તા. 17થી 23 ડિસેમ્બર સુધી ભુજમાં મોટી
ભાગવત કથાનું આયોજન કરાશે. સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણે જણાવ્યું
કે, ગુવાહાટીમાં લેવાયેલા નિર્ણય મુજબ કાર્યકર્તાઓ
દેશના 25 લાખ ઘરમાં સંપર્ક કરવા જશે.
કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી હરેશભાઇ પુરોહિત, કચ્છ વિભાગના પ્રમુખ કમલેશભાઇ ઠક્કર,
મહામંત્રી બાબુભાઇ આહીર, પ.ક.ના અધ્યક્ષ રાજેશ
જેઠી, મહામંત્રી કરસનભાઇ આહીર, રાષ્ટ્રીય
બજરંગ દળ કચ્છ વિભાગના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, સૌ. પ્રાંતના
મહામંત્રી ગિરિરાજસિંહ રાણા, ભુજ શહેર ઉપપ્રમુખ જાગીરસિંહ સરદાર,
મહિલા પરિષદ કચ્છના પ્રમુખ ક્રિષ્નાબેન ઠક્કર, પ.ક.ના મંત્રી ચેતન ઠક્કર, વિનોદ રામજિયાણી, કપિલ મહેતા, ભુજ શહેર, ગ્રામ્ય,
મુંદરા, નખત્રાણા અને માંડવી તાલુકાના અગ્રણી અને
કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા ડો. તોગડિયાનું તલવાર,
પાઘડી, માતાજીની છબી, શાલથી
સન્માન કરાયું હતું. સંચાલન કચ્છ વિભાગના મહામંત્રી પ્રજ્ઞેશભાઇ ચોથાણીએ અને આભારવિધિ
કમલેશભાઇ કોટકે કર્યા હતા. બપોર બાદ વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.