• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં 10,000 યાત્રીની ઉડાન

મુંદરા, તા. 14 : અદાણી મુંદરા એરપોર્ટનાં નવા બનેલા આધુનિક ટર્મિનલે માત્ર બાવન દિવસમાં 10,000 મુસાફરનું સીમાચિહ્ન પાર કરી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. 23 જૂન, 2026થી દેશનાં વિવિધ શહેરો સાથે હવાઈસેવા શરૂ થતાં આ નવનિર્મિત ટર્મિનલનું પણ  લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અદાણી ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવેલાં આ વિશ્વ સ્તરીય એરપોર્ટ પર સ્ટાર એરની વિવિધ એરલાઇન સેવાઓ કાર્યરત છે. દેશના મહાનગરો સાથે સીધી તેમજ વન સ્ટોપ કનેક્શન્સ દ્વારા મુંદરા હવે કચ્છનું મહત્ત્વનું સિવિલ એવીએશન હબ બની ગયું છે. ભુજ અને કંડલા પછી આ ત્રીજું હબ ઝડપથી મુસાફરોનો વિશ્વાસ જીતી રહ્યું છે. રેકોર્ડબ્રેક પ્રદર્શનનાં મુખ્ય કારણો જોવા જઈએ તો 1,900 મીટર લાંબો રન-વે અને આધુનિક ટર્મિનલ સુવિધાઓ, સરળ ચેક-ઇન, વેઇટિંગ લાઉન્જ, વ્હીલચેર સુવિધા અને એરકન્ડિશન્ડ ફૂડકોર્ટ, સ્ટાર એરની નિયમિત અને વિશ્વસનીય ઉડાનો, કચ્છના ઔદ્યોગિક વિકાસ, પોર્ટ-લેડ ઈકોનોમી અને કચ્છનાં પર્યટનને કારણે વધતી માંગને લીધે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Panchang

dd