• મંગળવાર, 26 મે, 2026

જળસંગ્રહનાં કાર્યો ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ બનશે

કેરા (તા. ભુજ), તા. 25 : મોટા આસંબિયા ખાતે નિર્માણાધીન હરિકૃષ્ણ વણોઠી જળમંદિરની વિવિધ આગેવાનો તથા સમાજસેવકો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન શિવજીભાઈ ધોળકિયા, કરછ જલધારાના પ્રમુખ કેશવજીભાઈ ઠાકરાણી, કચ્છ જલધારાના મંત્રી પ્રભુભાઈ માકાણી તેમજ સુપરવાઇઝર પ્રકાશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જળમંદિરના ખાણેત્રા કાર્યના મુખ્ય દાતા છભાડિયા પરિવારના શિવજીભાઈ છભાડિયા, નાનજીભાઈ છભાડિયા હરીશભાઈ છભાડિયા પણ ખાસ હાજર રહ્યા હતા. ઉપરાંત માંડવી કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઈ તથા જળમંદિરની તમામ કારોબારી સમિતિએ સ્થળની મુલાકાત લઈ ચાલી રહેલાં કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જળસંચય અને પર્યાવરણ સંરક્ષણનાં કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આવનારી પેઢી માટે પાણી બચતના આવા પ્રકલ્પોની મહત્ત્વતા ઉપર ભાર મુકાયો હતો. ઉપસ્થિત આગેવાનોએ કાર્યની પ્રશંસા કરી અને ગામ તથા વિસ્તારના લોકો માટે આ જળમંદિર ભવિષ્યમાં આશીર્વાદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન હિતેશભાઈ અરજણ પ્રેમજી છભાડિયા, જગદીશભાઈ માવજી હાલાઈ, પીયૂષ કાંતિ કેરાઈ અને નૈતિક અરજણ હાલાઈ જેવા યુવાનો દ્વારા વ્યવસ્થા અને સંકલનની જવાબદારી સુંદર રીતે નિભાવવામાં આવી હતી અને  સરોવરનાં ખોદકામની તમામ વ્યવસ્થાઓ પણ આ ટીમ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

Panchang

dd