ભુજ, તા. 27 : સંત શિરોમણિ જલારામ બાપાની
226મી જન્મજયંતી જિલ્લામાં ઠેર
ઠેર જય જલિયાણના નારા સાથે વિવિધ પૂજા, અર્ચના, મહાપ્રસાદ તથા સેવાકાર્યો સાથે ઊજવાશે. ભુજ અરિહંતેશ્વર
મહાદેવ મંદિર-જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પૂજનવિધિ સવારે 9 વાગ્યે,
મહાઆરતી બપોરે 11-30 વાગ્યે, અરિહંતેશ્વર
મહાદેવ મંદિર, પહેલા ગેટ પાસે, પ્રમુખસ્વામીનગર,
ભુજ ખાતે. કચ્છી ભાનુશાલી મહાજન તથા યુવક મંડળ દ્વારા તા. 29-10ના સંગીતમય મહાઆરતી અને મહાપ્રસાદનું
આયોજન કરાયું છે. આ અવસરે રાત્રે 8-30 વાગ્યે સંગીતમય મહાઆરતી, રાત્રે 9-30 વાગ્યે મહાપ્રસાદ, ગૌસેવા સમિતિ-શ્રી હિંગલાજ ગરબી અને યુવક મંડળ
તથા મહિલા મંડળ જેષ્ઠાનગર ભુજના સંયુક્ત ઉપક્રમે ભગવાન ઓધવરામ મંદિર જેષ્ઠાનગર ભુજ
ખાતે સમગ્ર કાર્યક્રમો યોજાશે.દહીંસરા (તા. ભુજ) તા. 29-10-25 બુધવારે જલારામધામ ચુનડી રોડ
બાપાના મંદિરે 226મી જન્મજયંતી ધામધૂમથી ઊજવાશે.
સવારે પૂજન, પાઠ, આરતી બાદ મહાપ્રસાદ યોજાશે. દહીંસરા લોહાણા મહાજન દ્વારા આયોજન કરાયું છે.
નવી દુધઇ : અંજાર તાલુકાના નવી દુધઇ મધ્યે તા. 29-10-25 બુધવારના સવારે 10 વાગ્યે જલારામ બાપાની શોભાયાત્રા, બપોરે 12 વાગ્યે મહાઆરતી. માંડવી લોહાણા
મહાજન જલારામ જયંતી ઊજવશે લોહાણા મહાજન-જ્ઞાતિજનો દ્વારા સવારે 9 વાગ્યે લોહાણા મહાજનવાડીથી દરિયાસ્થાન મંદિર
(જલારામ મંદિર) સુધી બાઇક રેલી યોજવામાં આવશે. સવારે 10 વાગ્યે જલારામ મંદિરે દાતા
પરિવારો તથા મહાજન પ્રમુખ શૈલેશભાઇ મડિયારના હસ્તે પૂજન-અર્ચન કરવામાં આવશે. બપોરે
12 વાગ્યે લોહાણા મહાજનવાડી ખાતે
જ્ઞાતિજનો તથા સારસ્વત મહાસ્થાન માટે સમૂહપ્રસાદનું પણ આયોજન કરાયું છે. માંડવી જલારામ
મંદિર દ્વારા જલારામ જયંતી તા. 29-10-25 બુધવારે બપોરે 12 વાગ્યે સર્વે જ્ઞાતિના બાળકો
અને બાલિકાઓ માટે બટુક ભોજનનો પ્રસાદ. મુંદરા : જનસેવા દ્વારા કાર્યરત જલારામ ખીચડીઘરના
501 ગુરુવાર પૂર્ણ થયા છે અને દર
ગુરુવારે મુંદરાના જલારામ ભગત તરફથી ખીચડી અને શહેરના બંસીબેન ઠાકર તરફથી બુંદી- ગાંઠિયા
વિવિધ ગરીબ વસાહતના બાળકોને પ્રસાદરૂપે પીરસવામાં આવે છે. જલારામ ખીચડીઘરની અવિરત સેવામાં અબોલ જીવો માટે
જીવદયા ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જનસેવાના રાજ સંઘવીએ જણાવ્યું
હતું કે, આગામી બુધવારે સંત શિરોમણિ પૂજ્ય જલારામ બાપાની
226મી જન્મજયંતીએ વિવિધ વસાહતોનાં
બાળકોને ખીચડી અને બુંદી પીરસવામાં આવશે તેમજ શહેરના જરૂરતમંદ પરિવારોને જીવન વપરાશની
રાશન કિટોનું વિતરણ કરવામાં આવશે તેમજ દિવસ દરમ્યાન અબોલ જીવો માટે દયા ક્ષેત્રે વિવિધ
સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે. મુંદરામાં થશે સેવા : પૂ. જલારામ બાપાની જન્મજયંતીએ
મીંદરાની જનસેવા દ્વારા વિવિધ સેવાકાર્યો કરાશે.
જલારામ ખીચડીઘરના 501 ગુરુવાર પૂર્ણ
થયા છે અને દર ગુરુવારે જલારામ ભગત તરફથી ખીચડી
અને શહેરના બંસીબેન ઠાકર તરફથી ગરીબ વસાહતના બાળકોને અન્ન. જનસેવાના રાજ સંઘવીએ જણાવ્યું
કે, આગામી 226મી જન્મજયંતીએ વિવિધ વસાહતોમાં
જરૂરતમંદ પરિવારોને રાશનકિટોનું વિતરણ તેમજ અબોલા જીવોની સેવા. રવાપર (તા. નખત્રાણા)
: રવાપર લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા સાંજે પાલખીના યજમાન સ્વ. ખેરાજભાઇ ખીમજી ચંદનના
ઘરે નિવાસસ્થાને પૂજન, અર્ચન બાદ
મુખ્ય મંદિર ખાતે આરતી.