• રવિવાર, 03 ઑગસ્ટ, 2025

ભારાપરમાં જન્મ - મરણ પ્રમાણપત્ર આપવાની જવાબદારી તલાટીને સોંપાશે

ગાંધીધામ, તા. 16 : કિડાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયા પછી જૂથ ગ્રામ પંચાયતમાંથી અલગ પડેલા ભારાપર ગામના અંદાજિત 2000 લોકો છ મહિના કરતાં વધુ સમયથી હેરાન થઈ રહ્યા છે છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. ઉચ્ચ કક્ષા સુધી વ્યાપક રજૂઆતો બાદ જન્મ -મરણના દાખલા આપવાની જવાબદારી તલાટી મંત્રીને સોંપવાનો  નિર્ણય લેવાયો છે. ગામલોકો તેને કનડતી સમસ્યાઓ રજૂઆત ક્યાં અને કોને કરે તે સહિતના પ્રશ્નો હજુ પણ યથાવત્ છે. સરકારે તાલુકા પંચાયત પાસેથી ભારાપર ગ્રામ પંચાયત માટેની દરખાસ્ત મગાવી હતી. તંત્રએ સુધારા સાથેની પણ દરખાસ્ત સરકાર સુધી પહોંચાડી દીધી છે તેને પણ લાંબો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. હાલના સમયે સરકાર દ્વારા જન્મ-મરણના દાખલાઓ આપવા માટે નજીકના તલાટી મંત્રીની નિમણૂક કરવા માટે કહ્યું છે જેનાં પગલે આ જવાબદારી  તલાટી મંત્રીને સોંપાય તેવી શક્યતાઓ છે, પણ છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં ભારાપર ગ્રામ પંચાયતનો કે ગાંધીધામ તાલુકા પંચાયતનો કોઈ નિર્ણય લેવામાં આવતો નથી જેનાં પગલે અનેક સમસ્યાઓની સાથેસાથે પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. ખાસ કરીને ભારાપરના લોકો હેરાન થાય છે. તાકીદે કોઈ નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.  

Panchang

dd