મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 16 : તાલુકાના
ઉગેડી ગામે નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથારે વિવિધ વિકાસકામોની શુભેચ્છા
મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન સરપંચ કરણભાઈ રબારીએ ગામના સ્મશાન માટે બે
એકર જમીન ફાળવવા માગણી કરી હતી. પ્રાંત અધિકારી શ્રી સુથારે સ્વામીત્વ યોજના
અંતર્ગત પ્રોપર્ટી-મિલકતની રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ઉગેડી ગામમાં
નવા બનેલા પંચાયતઘર તથા અન્ય વિકાસકામોથી પ્રભાવિત થઈ સરપંચ દ્વારા કરાયેલાં
કાર્યોની સરાહના કરી હતી. સરપંચ દ્વારા પ્રાંત અધિકારીનું સન્માન કરાયું હતું.
તલાટી ભૂમિકાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.