ભુજ, તા. 12 : આપણી
સંસ્કૃતિમાં માતાને સર્વોચ્ચ સ્થાન અપાયું છે. માતાને પરિવારની ધરી કહે છે. મધર્સ ડે
નિમિત્તે માતાનું સ્મરણ કરીએ ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પણ એક ભાવના, ત્યાગ અને નિ:સ્વાર્થ પ્રેમની પ્રતીતિ થાય છે. આજે મધર્સ-ડે નિમિત્તે માતા
માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પ્રયાસ સાથે ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા કાર્યો
હાથ ધરાયા હતા. ભારતીય જૈન સંગઠન લેડિઝ વિંગ દ્વારા પ્રમુખ ગીતા પારેખની અધ્યક્ષતામાં
માતૃત્વના સુંદર સંદેશ, શાયરી સાથે રીલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં
મા સાથે બાળકોની રીલ બનાવી મા માટે પ્રેમનો સંદેશ, શાયરી કે સોંગ
રજૂ કરવાનું હતું. ટોપ ફાઇવમાં ચાંદની વોરા, સોનાલી મહેતા,
જુલી શાહ, સોનુ કોઠારી તથા રોશની શાહની રીલ પસંદગી
પામી હતી. નિર્ણાયક વૈશાલી જેઠી (કોરિયોગ્રાફર) રહ્યા હતા. દરેક સ્પર્ધકોને પુરસ્કાર
અપાયા હતા. પ્રોજેક્ટ ચેરમેન કાજલ ગાંધી, પ્રીતિ શેઠનાં માર્ગદર્શન
હેઠળ મહામંત્રી ફાલ્ગુની પારેખ, મનીષા મોરબિયા, રચના શાહ, વૈશાલી શાહ, મિલી શાહ,
સોનાલી મહેતા, સરલા દોશી, નિશા ખંડોર, મયૂરી દોશી વિ. સહયોગી રહ્યા હતા. ભુજની
સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં મધર્સ ડેની ઉજવણીના
ભાગરૂપે રાશનકિટ, ટિફિન, છાશ, કપડાં, સૂકાં નાસ્તાનું વિતરણ કરાયું હતું તેમજ નાનાં
બાળકો પોતાની માનું મીઠું મોં કરાવે તેવી ઉજવણી કરાઇ હતી. નીનાબેન પટ્ટણી, નવીનભાઇ ઠક્કર, મંજરીબેન રીંડાણી, ભાવનાબેન માંકડ, ભાસ્કરભાઇ માંકડ, દર્શકભાઇ અંતાણી, અંકિતાબેન ધોકાય, નર્મદાબેન ગામોટ, મનજીભાઇ કામોર, નરેન્દ્રભાઇ સ્વાધ્યા, જિતુભાઇ દુધિયા, નયનભાઇ શુક્લ, હેમેન્દ્રભાઇ જનસારી, કિરણભાઇ ઠક્કર, રામુબેન પટેલ સહયોગી રહ્યા હતા. હાટકેશ
અંબિકા મહિલા મંડળ-ભુજ દ્વારા પ્રમુખ જયશ્રીબેન હાથીની અધ્યક્ષતામાં સ્વ. સંજયભાઇ હાથી
પરિવાર તથા 11 મહિલાની માતૃવંદના કરાઇ હતી તેમજ
ભારતીય મહિલા સેવા સંગઠનના જિલ્લા પ્રમુખ કરિશ્માબેન ખોજાનાં નેતૃત્વમાં 11 બહેનને સાડી વિતરણ કરાયું હતું. વિભાકરભાઇ અંતાણી, વારિસ પટ્ટણી, દર્શનાબેન મુનશી સહયોગી રહ્યા હતા.