• રવિવાર, 16 ઑગસ્ટ, 2026

કચ્છમાં કર્મચારી વીમા કાયદાનો તરત અમલ કરો

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છ જિલ્લામાં અનેક એવા જોખમી અને કેમિકલ ઉદ્યોગો આવેલા છે જે કામદારોના આરોગ્ય માટે જોખમી છે. છતાં, ત્યાં ખાનગી ઉદ્યોગોમાં એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કાયદાનો અમલ કરાવવામાં આવતો નથી. ત્યારે કચ્છ જિલ્લામાં કામદારોની સામાજિક સુરક્ષા માટે (ઇએસઆઇ) કાયદો લાગુ કરવા અંગે કરવામાં આવેલી જાહેરહિતની અરજી (પીઆઇએલ) પર ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. વારંવાર નિર્દેશો આપવા છતાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ કે સોગંદનામું રજૂ ન કરાતાં, હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી સંબંધિત મંત્રાલયના મંત્રીને નોટિસ કાઢવાનો આદેશ કર્યો છે. આ સાથે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકાર અને આસિસ્ટન્ટ સોલિસિટર જનરલની ઓફિસની નિક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે કોર્ટે નોંધ્યું હતું કે, ઈએસઆઈ કાયદાના અમલ પ્રત્યેની બેદરકારીને કારણે હજારો મજૂરોના આરોગ્ય અને સામાજિક સુરક્ષાનું ભવિષ્ય અધ્ધરતાલ લટકી રહ્યું છે. તેમજ ટકોર કરી હતી કે બંધારણીય રીતે દેશના કોઈપણ કાયદાનો અમલ રાજ્યના દરેક જિલ્લામાં સરખી રીતે થવો જોઈએ. કોઈ ચોક્કસ જિલ્લાને તેમાંથી બાકાત રાખી શકાય નહીં. કામદારોની સોશિયલ સિક્યોરિટી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ માટે કચ્છમાં તાત્કાલિક ઈએસઆઈ એક્ટનો અમલ થાય તે જરૂરી છે. વધુમાં કોર્ટે  કોર્ટે આકરી ટકોર કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કે આસિસ્ટન્ટ સોલિસિટર જનરલની ઓફિસમાંથી હાઈકોર્ટના નિર્દેશોનો જવાબ સુદ્ધાં આપવામાં આવતો નથી. આ કોઈ એકલ-દોકલ ઘટના નથી, વારંવાર આવું બને છે. લોકોના આરોગ્ય સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દે જવાબ આપવા માટે પણ કોર્ટમાં કોઈ હાજર રહેતું નથી, જે અત્યંત કમનસીબ અને ગંભીર બાબત છે.

Panchang

dd