અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : જમ્મુ
કાશ્મીરમાં થયેલા હુમલાને લઈ દેશભરમાં રોષનો માહોલ છે,ત્યારે ખાસ કરીને ઉનાળામાં લોકો બરફની મજા માણવા
માટે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ગણાતા કાશ્મીરમાં ફરવા જતા હોય છે,ત્યારે આતંકી હુમલાને લઈ લોકોમાં એક ચિંતાનું મોજુ ફરી વળ્યું છે,તો બીજી તરફ ટૂર ઓપરેટરોએ પણ બાકિંગ કેન્સલ કર્યા છે, ટૂર ઓપરેટરના અનુસાર 80 ટકાથી વધુ બાકિંગ રદ થયા છે. ઓપરેટરોના અનુસાર ઉનાળાના સમયમાં શિમલા અને કાશ્મીર
લોકો વધુ ફરવા જતા હોય છે, ઘણા પ્રવાસીઓ
પ્રવાસે નીકળી ગયા છે, તો ઘણા પ્રવાસીઓએ ટૂર બુક કરાવી છે,જે લોકોએ ટૂર બુક કરાવી છે તે લોકોએ
બીકમાં પ્રવાસ રદ કરાવ્યા છે અને જે લોકો ટુરમાં નીકળી ગયા છે અને કાશ્મીરમાં સલામત
છે તે લોકો ટ્રેન અને વિમાન મારફતે જેવી વ્યવસ્થા થાય છે તેવી રીતે પરત ફરી રહ્યાં
છે. જે જગ્યાએ હુમલો થયો તે પહેલગામમાં પ્રવાસીઓ ત્યાં અચૂક જતા હોય છે. મળતી
માહિતી અનુસાર ગુજરાતમાંથી કાશ્મીર જવા માટે 10થી 12 હજાર જેટલી ટિકિટ બુક છે. કોઈપણ પ્રવાસી હાલમાં કોઈ કાશ્મીર
જવા તૈયાર નથી. પ્રવાસીઓને કોઈપણ તકલીફ ન પડે તેના માટે અને આગામી નિર્ણય લેવા માટે
અમદાવાદમાં ગુજરાત ટુર્સ ટ્રાવેલ એસોસિયેશનની બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં
આવ્યો હતો કે મોટાભાગની એરલાઇન્સ અને હોટલને ચાર્જીસ રિફંડ આપવામાં માટે વાતચીત કરી
છે. એરલાઇન્સો દ્વારા ક્રેડિટમાં રિફંડ અપાશે. જેમણે ટુર બુક કરાવી છે તે રદ કરે તો
ટુર ઓપરેટરો કેન્સલેશન ચાર્જ નહીં કાપશે નહીં. એરલાઇન્સનું રિફંડ તો મળશે અને કાશ્મીર
ન બદલે અન્ય શહેરમાં જવા માટે એરલાઇન્સની ટિકિટ મળી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું
કે કાશ્મીરમાં જે હોટલો આવેલી છે એ હોટલો અન્ય શહેર સાથે સંકળાયેલી નથી એટલે કે હોટલ
દ્વારા જે ક્રેડિટ આપવામાં આવશે તે ક્રેડિટ કાશ્મીરની હોટલમાં જ મળશે.